
જુનાગઢ 26 એપ્રિલ (હિ.સ.) લોકશાહીના મહાપર્વમાં આજે જૂનાગઢ જિલ્લામાં નાગરિકોએ ઉત્સાહભેર મતદાન કર્યુ હતુત્યારે માખિયાળા ગામમાં ફરજ અને સંસ્કારનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. મા
ખીયાળા ગામની નવવધૂ ડેનીશા ગજેરાએ લગ્નના પવિત્ર ફેરા ફરતા પૂર્વે મતદાન મથકે પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી એક જાગૃત નાગરિકનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
જૂનાગઢ તાલુકાના માખિયાળા ગામના રહેવાસી ડેનીશા ગજેરાના આજે લગ્ન છે. જીવનના આ મહત્વના પડાવ પર પણ તેઓ પોતાની રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી ભૂલ્યા નહોતા. સાત શણગાર સજી, લગ્નના પરિધાનમાં સજ્જ થઈને ડેનીશાબેન સીધા મતદાન મથકે પહોંચ્યા અને ગૌરવપૂર્વક મતદાન કર્યું હતું.
મતદાન બાદ નવવધૂ ડેનીશા ગજેરાએ જણાવ્યું હતું કે, લગ્ન એ જીવનનો ખૂબ જ અગત્યનો પ્રસંગ છે, પરંતુ મતદાન એ દેશના નાગરિક તરીકેની આપણી પવિત્ર ફરજ છે. મેં લગ્નના ફેરા પૂર્વે મતદાન કરવાનું નક્કી કર્યું હતું. જેથી અન્ય લોકોને પણ પ્રેરણા મળે. દરેક નાગરિકે લોકશાહીના આ પર્વમાં અવશ્ય મતદાન કરવું જોઈએ.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ