વડાલ ગામના ભૂપતભાઈ પટોળિયાએ સજોડે મતદાન કર્યું લોકોના મતથી જ ગામડા સહિત સમગ્ર દેશની પ્રગતિ નક્કી થતી હોય છે : અચૂક મતદાન કરવા કરી અપીલ
જુનાગઢ 26 એપ્રિલ (હિ.સ.) લોકશાહીના પર્વ સમા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે, વડાલ ગામે પણ શામજીભાઈ પટોળિયાએ સજોડે તેમના ધર્મ પત્ની સાથે મતદાન કરી લોકશાહીમાં પોતાની ફરજદા કરી હતી. તેમણે જણાવ્યું કે, દેશને આઝાદી બાદ લ
વડાલ ગામના ભૂપતભાઈ પટોળિયાએ સજોડે


જુનાગઢ 26 એપ્રિલ (હિ.સ.) લોકશાહીના પર્વ સમા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે, વડાલ ગામે પણ શામજીભાઈ પટોળિયાએ સજોડે તેમના ધર્મ પત્ની સાથે મતદાન કરી લોકશાહીમાં પોતાની ફરજદા કરી હતી.

તેમણે જણાવ્યું કે, દેશને આઝાદી બાદ લોકશાહી મળી છે અને અભિવ્યક્તિની આઝાદી તરીકે મત આપવાનો પણ અધિકાર મળ્યો છે, ત્યારે દરેક લોકોએ પોતાના મતાધિકારને ભોગવવો જોઈએ. લોકોના મતથી જ ગામડા સહિત સમગ્ર દેશની પ્રગતિ નક્કી થતી હોય છે. મતદાન થકી ચૂંટાયેલા પ્રતિનિધિઓને જવાબદારી સોપતા હોય છીએ. એટલે લોકશાહી પર્વમાં અચૂકપણે મતદાન કરવું જોઈએ. આ સાથે તેમણે મતદાન કરવાની સાથે વૃક્ષો વાવી પર્યાવરણની ખેવના લેવા પણ અપીલ કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande