
જૂનાગઢ 26 એપ્રિલ (હિ.સ.) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે, ત્યારે લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહેલા વિસાવદરના લેરીયા ગામના દ્રષ્ટિ ઠુંમરે મતદાન કરીને પોતાની ફરજ પૂર્ણ કરી હતી.
દ્રષ્ટિ મધુભાઈ ઠુંમરના ઘરે લગ્નની શરણાઈઓ વાગી રહી છે. પરંતુ નાગરિક ધર્મને ચૂક્યા વગર તેમણે મતદાન કરીને પવિત્ર ફરજ નિભાવી હતી. તેઓ દુલ્હનના શણગારમાં જ મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચ્યા હતા. આમ, સપ્તપદીના ફેરા લેવા જઈ રહેલા દ્રષ્ટિબેને મતદાન કરીને એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ