મહેસાણા મનપા ચૂંટણીમાં દેલા ગામનો બહિષ્કાર, બપોર સુધી બંને બૂથ પર શૂન્ય મતદાન
મહેસાણા, 26 એપ્રિલ (હિ.સ.) મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં દેલા ગામે મતદાનનો બહિષ્કાર કરી અનોખો વિરોધ નોંધાવ્યો છે. સવારે 9 વાગ્યા સુધી ગામના બંને મતદાન મથકો પર 0-0 મતદાન નોંધાતા ચૂંટણી તંત્ર દોડતું થયું હતું. ગામના આશરે 1700 મતદારો મતદાનથી દૂર રહ
મહેસાણા મનપા ચૂંટણીમાં દેલા ગામનો બહિષ્કાર, બપોર સુધી બંને બૂથ પર શૂન્ય મતદાન


મહેસાણા, 26 એપ્રિલ (હિ.સ.) મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં દેલા ગામે મતદાનનો બહિષ્કાર કરી અનોખો વિરોધ નોંધાવ્યો છે. સવારે 9 વાગ્યા સુધી ગામના બંને મતદાન મથકો પર 0-0 મતદાન નોંધાતા ચૂંટણી તંત્ર દોડતું થયું હતું. ગામના આશરે 1700 મતદારો મતદાનથી દૂર રહ્યા હતા.

પ્રાંત અધિકારી ઉર્વીશભાઈએ જણાવ્યું કે ગ્રામજનોએ સરકાર સમક્ષ અગાઉથી કેટલીક માંગણીઓ મૂકી છે, જે મહાનગરપાલિકા સંબંધિત વિષયો સાથે જોડાયેલી છે. ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે ચૂંટણીનો બહિષ્કાર યોગ્ય નથી, છતાં ગામ લોકોએ પોતાની શરતો સાથે આગળ નિર્ણય લેવાની વાત કરી છે.

દેલા ગામના પૂર્વ સરપંચ કિરણ ચૌધરીએ જણાવ્યું કે મહાનગરપાલિકામાં ગામનો સમાવેશ અને TP-DPને કારણે ખેડૂતોની જમીનો કપાતમાં જતા ગ્રામજનોમાં ભારે રોષ છે. આ મુદ્દે હાઈકોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો હોવાનું તેમણે જણાવ્યું.

છેલ્લા 7 મહિનાથી ગામલોકો વિરોધ કરી રહ્યા છે અને એ જ મુદ્દે ચૂંટણી બહિષ્કાર કરાયો છે. દેલા ઉપરાંત અન્ય ગામોમાં પણ મતદારોમાં નિરાશા જોવા મળી રહી છે. ચૂંટણી વચ્ચે ગ્રામજનોના આ વિરોધે રાજકીય અને વહીવટી તંત્રનું ધ્યાન ખેંચ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande