
મહેસાણા, 26 એપ્રિલ (હિ.સ.) : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત મહેસાણા લોકસભા ક્ષેત્રના સાંસદ હરિભાઈ પટેલે પોતાના વતન સુણક ગામે ધર્મપત્ની સાથે મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગીતા નોંધાવી હતી. મતદાન મથકે પહોંચેલા સાંસદ હરિભાઈ પટેલે સામાન્ય મતદારોની જેમ કતારમાં ઉભા રહી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
મતદાન બાદ સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે લોકશાહીમાં મતદાન દરેક નાગરિકનો અધિકાર અને ફરજ છે. ચૂંટણી લોકશાહીનું મહાપર્વ છે અને દરેક મતદારે નિર્ભય, નિષ્પક્ષ અને જાગૃત રીતે મતદાન કરવું જોઈએ. તેમણે ખાસ કરીને યુવા મતદારો અને પ્રથમ વખત મતદાન કરનારાઓને ઉત્સાહભેર મતદાન કરવા અપીલ કરી હતી.
સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગામ, શહેર અને વિસ્તારના વિકાસ સાથે સીધી રીતે જોડાયેલી હોય છે, તેથી દરેક નાગરિકે પોતાના મતનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. તેમણે મહેસાણા જિલ્લાના તમામ મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો.
સુણક ગામે મતદાન દરમિયાન ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું અને મતદારોમાં પણ લોકશાહી પર્વને લઈને ખાસ્સો ઉમંગ જોવા મળ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR