પ્રથમવાર મતદાન કરી યાના પટેલે લોકશાહીના પર્વમાં નોંધાવી ભાગીદારી
મહેસાણા, 26 એપ્રિલ (હિ.સ.) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત મહેસાણા જિલ્લામાં મતદારોમાં ઉત્સાહપૂર્ણ માહોલ વચ્ચે યુવા મતદારો પણ લોકશાહીના પર્વમાં જોડાઈ રહ્યા છે. મહેસાણાના યાના સેવંતીભાઈ પટેલે પ્રથમવાર મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહી પ્રત્યેની પોતા
પ્રથમવાર મતદાન કરી યાના પટેલે લોકશાહીના પર્વમાં નોંધાવી ભાગીદારી


મહેસાણા, 26 એપ્રિલ (હિ.સ.) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત મહેસાણા જિલ્લામાં મતદારોમાં ઉત્સાહપૂર્ણ માહોલ વચ્ચે યુવા મતદારો પણ લોકશાહીના પર્વમાં જોડાઈ રહ્યા છે. મહેસાણાના યાના સેવંતીભાઈ પટેલે પ્રથમવાર મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી.

મતદાન કર્યા બાદ યાના પટેલે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે પ્રથમવાર મતદાન કરવાનો અનુભવ ખૂબ જ ગૌરવપૂર્ણ અને ઉત્સાહજનક રહ્યો છે. લોકશાહી મજબૂત બનાવવા માટે દરેક મતદારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે ખાસ કરીને યુવા મતદારોને આગળ આવી મતદાનમાં જોડાવા અપીલ કરી હતી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મહિલાઓ, યુવાનો તેમજ વરિષ્ઠ નાગરિકો પણ મતદાન મથકો પર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.

પ્રથમવાર મતદાન કરનાર યાના પટેલ જેવા યુવા મતદારો લોકશાહી પ્રત્યે જાગૃતતા અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. તેમના આ સંદેશથી વધુમાં વધુ લોકો મતદાન કરવા પ્રેરિત બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande