વિસનગર નજીક ટ્રેલરની ટક્કરે ટ્રેક્ટર પલટી, એકનું મોત
મહેસાણી, 26 એપ્રિલ (હિ.સ.) વિસનગર નજીક કડા રોડ પર સર્જાયેલા ગંભીર અકસ્માતમાં ટ્રેલરની ટક્કરે ટ્રેક્ટર પલટી જતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત બન્યા છે. મળતી માહિતી મુજબ ઊંઝા તાલુકાના કરલી ગામના કનુ કરશનભાઈ પટેલ પોતાના ટ્
વિસનગર નજીક ટ્રેલરની ટક્કરે ટ્રેક્ટર પલટી, એકનું મોત


મહેસાણી, 26 એપ્રિલ (હિ.સ.) વિસનગર નજીક કડા રોડ પર સર્જાયેલા ગંભીર અકસ્માતમાં ટ્રેલરની ટક્કરે ટ્રેક્ટર પલટી જતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત બન્યા છે. મળતી માહિતી મુજબ ઊંઝા તાલુકાના કરલી ગામના કનુ કરશનભાઈ પટેલ પોતાના ટ્રેક્ટરમાં ગાંધીનગરથી સોલાર પેનલ ભરી કરલી ગામ તરફ જઈ રહ્યા હતા. તેમની સાથે બકુલ કાંતિલાલ પણ હતા.

શનિવારે બપોરે અંદાજે દોઢ વાગ્યે કડા ગામથી વિસનગર તરફ આવી રહ્યા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવેલા ટ્રેલર ના ચાલકે ટ્રેક્ટર ટ્રોલીના ભાગે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રેક્ટર ટ્રોલી સાથે રોડ વચ્ચે ઊંધું વળી ગયું હતું. બંને નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી.

બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક વિસનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન બકુલ કાંતિલાલનું મોત થયું હતું. અકસ્માતમાં સોલાર પેનલોને પણ નુકસાન થયું હતું.

બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી ફરાર ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ વિસ્તારમાં

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande