પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં થયેલા બોમ્બ, વિસ્ફોટના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી....
નવી દિલ્હી, 26 એપ્રિલ (હિ.સ.) રાષ્ટ્રીય તપાસ એજન્સી (એન. આઈ. એ.) એ આ વર્ષે માર્ચમાં પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં થયેલા બોમ્બ વિસ્ફોટના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અ
ઇડી


નવી દિલ્હી, 26 એપ્રિલ (હિ.સ.) રાષ્ટ્રીય તપાસ એજન્સી (એન. આઈ. એ.) એ આ વર્ષે માર્ચમાં

પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં

થયેલા બોમ્બ વિસ્ફોટના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આ વિસ્ફોટમાં એક વ્યક્તિનું

મોત થયું હતું અને અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

એન. આઈ. એ. અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ બિજોયગંજ બજાર વિસ્તારના રહેવાસી

અહિદુલ ઇસ્લામ મોલ્લા તરીકે થઈ છે. એજન્સીએ તેમની ભૂમિકની વિગતવાર તપાસ બાદ તેમની

ધરપકડ કરી હતી. આ કેસમાં અન્ય એક આરોપીની રાજ્ય પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી

છે.

તપાસમાં બહાર આવ્યું છે કે, અહિદુલ ઇસ્લામ મોલ્લા ષડયંત્રમાં

સહ-આરોપી હતો, એમ એજન્સીએ

જણાવ્યું હતું. તે બોમ્બ બનાવવા અને પુરાવા નષ્ટ કરવાના કાવતરામાં સામેલ હતો.

ષડયંત્રના ભાગરૂપે બોમ્બ તૈયાર કરવામાં આવી રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થયો હતો, જેમાં એક

આરોપીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ ઘટના દક્ષિણ બામુનિયા ગામમાં બની હતી, જેણે વિસ્તારમાં

સનસનાટી મચાવી દીધી હતી. એનઆઈએએ આ કેસ પોતાના હાથમાં લીધો હતો અને વિગતવાર તપાસ

શરૂ કરી હતી.

આ કેસમાં વધુ તપાસ (આરસી-09/2026/એનઆઈએ/ડીએલઆઈ) ચાલી રહી છે અને અન્ય આરોપીઓની

ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે, એમ એજન્સીએ જણાવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર/પ્રશાંત શેખર/સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande