જામણીયાના 800 મતદારોએ, રસ્તો નહીં તો મત નહીં નો કર્યો હુંકાર કરી 100 % મતદાનનો બહિષ્કાર કર્યો
20 વર્ષથી વિકાસની રાહ જોતું હતું જામણીયા ગામ 2 કિમીની રસ્તો બન્યો પણ મત ના આપ્યા મતદાન કરવા માટે પ્રાંત અધિકારી ,ટીડીઓ ,મામલતદાર તેમજ ડે.ઇજનેર વગેરેએ છેલ્લે સુધી પ્રયાસ કર્યા હાલના સરપંચ અને તાલુકા પંચાયતના આપના ઉમેદવારે અંગત સ્વાર્થ ખાતર ગામલોકો
જામણીયાના 800 મતદારોએ રસ્તો નહીં તો મત નહીં નો કર્યો હુંકાર કરી 100 % મતદાનનો બહિષ્કાર કર્યો


જામણીયાના 800 મતદારોએ રસ્તો નહીં તો મત નહીં નો કર્યો હુંકાર કરી 100 % મતદાનનો બહિષ્કાર કર્યો


જામણીયાના 800 મતદારોએ રસ્તો નહીં તો મત નહીં નો કર્યો હુંકાર કરી 100 % મતદાનનો બહિષ્કાર કર્યો


જામણીયાના 800 મતદારોએ રસ્તો નહીં તો મત નહીં નો કર્યો હુંકાર કરી 100 % મતદાનનો બહિષ્કાર કર્યો


જામણીયાના 800 મતદારોએ રસ્તો નહીં તો મત નહીં નો કર્યો હુંકાર કરી 100 % મતદાનનો બહિષ્કાર કર્યો


20 વર્ષથી વિકાસની રાહ જોતું હતું જામણીયા ગામ 2 કિમીની રસ્તો બન્યો પણ મત ના આપ્યા

મતદાન કરવા માટે પ્રાંત અધિકારી ,ટીડીઓ ,મામલતદાર તેમજ ડે.ઇજનેર વગેરેએ છેલ્લે સુધી પ્રયાસ કર્યા

હાલના સરપંચ અને તાલુકા પંચાયતના આપના ઉમેદવારે અંગત સ્વાર્થ ખાતર ગામલોકોને નુકશાન કર્યું

ભરૂચ 26 એપ્રિલ (હિ.સ.) ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના જામણીયા/મીરાપુર ગ્રુપ ગ્રામ પંચાયતના જામણીયા ગામના લોકો આજે પણ પ્રાથમિક સુવિધા એટલે કે, પાકા રસ્તા માટે વલખાં મારી રહ્યા હતા. છેલ્લા 20 વર્ષથી માત્ર વચનોના જોરે જીવતા આ ગામના લોકોએ કંટાળીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બહિષ્કારનો મક્કમ નિર્ણય લીધો હતો.ત્યારબાદ અગ્રણીએ આગળ આવીને રસ્તાનું કામ પણ ચાલુ કરાવેલ હતું તેમ છતાં સરપંચ અને હાલના તાલુકા પંચાયતના ઉમેદવારે ગ્રામજનોને ઉશ્કેરી તેમનો અંગત સ્વાર્થ સાધવા ભારે નુકશાન કર્યું છે જેથી આજના મતદાનના મહાપર્વમાં જામણિયા ગામના 800 મતદારોમાંથી એકપણ મતદારે મતદાન નહીં કરી 100 % મતદાનનો બહિષ્કાર કર્યો હતો.ગઇકાલથી આવેલ ઈવીએમ મશીનમાં સાંજના 6 વાગ્યા સુધી એકપણ મત નોંધાયો નથી જે ખરેખર મહાપર્વની અપમાન થયું છે.

800 મતદારોનું મતદાન છે 20 વર્ષથી વિકાસના માત્ર વાયદા જ થયા હતા.આઝાદીના 75 વર્ષ પૂરા થયા સુવર્ણકાળ પૂરો થયો પરંતુ અહીં તો હજુ પાષાણ કાળ જ ચાલે હતો. આરોગ્યની પણ સુવિધા એક ટકો પણ નથી મળતી .25 વર્ષ પહેલા જામણીયા ઝઘડિયા વાયા ઝંખવા બસ ચાલતી હતી તે પણ રસ્તાની લીધે બંધ થઈ ગઈ હતી. પીવાના પાણીના બોર મોટર નથી નલ સે જલ યોજના હજુ પણ મળી નથી .2000 ની વસ્તી પણ આજે કોઈનું મૃત્યુ થાય તેને અગ્નિદાહ આપવા સ્મશાન પણ મળ્યું નથી.જ્યોતિગ્રામ 24 કલાક વીજળી મળતી નથી અને જે મળે છે તેમાં સાવ ડીમ લાઈટ હોય છે આ બાબતે ગ્રામજનોને દરેક સુવિધાઓ પૂરી પાડવા માટે અધિકારીઓ અને હોદ્દેદારો તેમજ ધારાસભ્યએ પણ રૂબરૂ મળીને કહ્યું હતું પરંતુ ખોટી દોરવણીથી ગ્રામજનોએ મતદાન કર્યું નહીં.

એક અધિકારીના પ્રયાસથી ઓછા ટેન્ડરમાં કોઈ કોન્ટ્રાકટર કામ લેતા નહીં તેમ છતાં રસ્તાનું કામ તાત્કાલિક ધોરણે ગ્રામજનોની સમસ્યાનું હલ કરવા તેમજ મતદાન થાય તેવા પ્રયાસ કર્યા અને 2 કિમી મેટલિંગ કામ પણ કરાવ્યું જેથી અગવડ ના પડે અને ચૂંટણી પછી અન્ય તબક્કાવાર ગ્રામજનોની માંગણી સંતોષાય તેમ કામગીરી કરવા છતાં ગ્રામજનો ટસનામસ ના થયા અને આખરે તેમના પગ પર કુવાડો માર્યો મતદાન બહિષ્કાર કરીને.

મીરાપોર જામણીયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્ર ચૌધરીએ રૂબરૂ જણાવેલ કે, અમારા ગામનો કોઈ વિકાસ થયો નથી.ચાર વર્ષમાં મેં ઘણી રજૂઆતો કરી તો પણ કામ થયા નથી અમને કોઈ પૂછતું પણ નથી .સરકારે અમને શું આપ્યું છે એટલે અમે તો મતદાનનો બહિષ્કાર કરશું જ .અત્યાર સુધી કોઈ આવ્યું નથી તો હવે કેમ અવારનવાર બધા આવ્યા ચૂંટણીને લઈને અમારે કઈ કરવું નથી.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande