



પોરબંદર, 26 એપ્રિલ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી–2026 અંતર્ગત આજે ઉત્સાહભેર મતદાન યોજાઈ રહ્યું છે. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ જાળવવા માટે સમગ્ર જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ત્યારે પોરબંદર પોલીસ લોકશાહીના આ પર્વમાં જિલ્લા પોલીસ માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ સેવા ભાવનાથી પણ કાર્યરત રહી છે. મતદાન ની પ્રક્રિયા દરમિયાન વિવિધ મતદાન મથક પર વયોવૃદ્ધ, અશક્ત અને દિવ્યાંગ મતદારો મતદાન કરવા આવતા હોય છે.ત્યાંરેમતદાન મથક પર બંદોબસ્ત માં રહેલ પોલીસ જવાનો દ્વારા મતદારો ને મતદાન મથક સુધી પહોંચાડી મતદાન કરવામાં મદદરૂપ બની રહી છે જેથી તેઓ સરળતાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે.આ રીતે ગુજરાત પોલીસ નું સેવા, સુરક્ષા અને શાંતિ નો મંત્ર સાચા અર્થમાં સાર્થક કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya