વડોદરા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં BAPS સ્વામિનારાયણ મંદિરના સંતોએ મતદાન કર્યુ
વડોદરા, 26 એપ્રિલ (હિ.સ.) : વડોદરા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં BAPS સ્વામિનારાયણ મંદિરના સંતોએ મતદાન કર્યુ ટ્રી હાઉસ સ્કૂલના મતદાન કેન્દ્ર પર 50થી વધુ સંતોએ મતદાન કર્યુ છે. સંતોએ મતદારોને વધુમાં વધુ મતદાનની અપીલ કરી છે. હિન્દુ સંસ્કૃતિ અને સાધુ સંતો
વડોદરા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં BAPS સ્વામિનારાયણ મંદિરના સંતોએ મતદાન કર્યુ


વડોદરા, 26 એપ્રિલ (હિ.સ.) : વડોદરા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં BAPS સ્વામિનારાયણ મંદિરના સંતોએ મતદાન કર્યુ ટ્રી હાઉસ સ્કૂલના મતદાન કેન્દ્ર પર 50થી વધુ સંતોએ મતદાન કર્યુ છે. સંતોએ મતદારોને વધુમાં વધુ મતદાનની અપીલ કરી છે. હિન્દુ સંસ્કૃતિ અને સાધુ સંતોનું રક્ષણ કરે એમને મત આપવા અપીલ કરી છે.

ઠેર-ઠેર EVM ખોટવાયા, લાઈનમાં ઉભેલા મતદારો ભડક્યાં હતા.

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન શરૂ છે. 19 વોર્ડની 76 માંથી 2 બેઠક બિનહરીફ થઈ હોય બાકીની 74 બેઠક પર આજે મતદાન થઈ રહ્યું છે. 19 વોર્ડના 12 લાખથી વધુ મતદારો 258 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ કરશે.

વડોદરા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન દરમિયાન ભારે ગરમીએ મતદારોની કસોટી કરી હતી, જેમાં પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ વોર્ડ નંબર 14ના બાજવાડા વિસ્તારમાં પરિવાર સાથે એક કલાક સુધી લાઇનમાં ઊભા રહી આકરા તાપનો સામનો કર્યો હતો. મતદાન મથકો પર મંડપ જેવી સુવિધાઓના અભાવે વહીવટી તંત્રની કામગીરી પર નારાજગી વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે, તંત્રએ નાગરિકોની સુવિધા માટે પૂરતા પગલાં લેવા જોઈતા હતા.

આ તકે તેમણે ઉમેદવારોને પણ ટકોર કરી હતી કે જો મતદારો આજે તમારા માટે તડકામાં તપી રહ્યા હોય, તો જીત્યા પછી તમારે પણ જનતાના કામ માટે ખડેપગે રહીને તપવું પડશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande