સુરતમાં શરમજનક ઘટના: મસ્જિદમાં બાળક સાથે દુર્વ્યવહાર, કિશોર સામે પોક્સો હેઠળ કેસ
સુરત, 26 એપ્રિલ (હિ.સ.) : સુરતના લાલગેટ વિસ્તારમાં માનવતાને કલંકિત કરતી એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં 15 વર્ષના કિશોરે 5 વર્ષના બાળકને લાલચ આપી તેની સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. મળતી માહિતી મુજબ, બાળક મસ્જિદમાં નમાઝ માટે ગયો હતો અને બાથરૂમમાં
Surat


સુરત, 26 એપ્રિલ (હિ.સ.) : સુરતના લાલગેટ વિસ્તારમાં માનવતાને કલંકિત કરતી એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં 15 વર્ષના કિશોરે 5 વર્ષના બાળકને લાલચ આપી તેની સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. મળતી માહિતી મુજબ, બાળક મસ્જિદમાં નમાઝ માટે ગયો હતો અને બાથરૂમમાં જતા સમયે કિશોરે તેને પૈસાની લાલચ આપી અંદર લઈ ગયો હતો.

બાથરૂમમાં લઈ જઈ આરોપીએ બાળક સાથે અશ્લીલ હરકતો કરી અને બળજબરીથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનો આરોપ છે. બાળક ગભરાઈને બૂમ પાડવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ આરોપીએ તેનું મોઢું દબાવી દીધું અને બહાર કોઈને ખબર ન પડે તે માટે દરવાજો બંધ રાખવાનો પ્રયત્ન કર્યો. ઘટના બાદ કિશોર સ્થળ પરથી ભાગી ગયો હતો.

પીડિત બાળકે આ બાબત તેના નાનાને જણાવી, ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો. આ મામલે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande