
પાટણ, 26 એપ્રિલ (હિ.સ.) : સિનાડ ગામમાં પોલીસ કર્મીઓએ પોતાની ફરજ સાથે માનવતાનો ઉત્તમ પરિચય આપ્યો. વયવૃદ્ધ અને વિકલાંગ મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવા માટે તેમણે સરાહનીય કામગીરી કરી.
જ્યારે આવા મતદારો માટે મતદાન કરવું મુશ્કેલ બન્યું, ત્યારે પોલીસ જવાનોએ તેમને પ્રેમપૂર્વક ઊંચકીને મતદાન મથક સુધી પહોંચાડ્યા. તેમના ઉત્સાહને વધારીને લોકશાહીના આ મહાયજ્ઞમાં સહભાગી બનાવ્યા.
રાધનપુરના પી.આઈ. અને તેમની ટીમના આ સંવેદનશીલ અભિગમને સમગ્ર પંથકમાં ખૂબ પ્રશંસા મળી રહી છે. તેમની લોકશાહી પ્રત્યેની નિષ્ઠા સૌ માટે પ્રેરણાદાયક બની છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ