
સુરત, 26 એપ્રિલ (હિ.સ.) : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંતર્ગત કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલે સુરતમાં પરિવારજનો સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મંત્રીએ તેમના ધર્મપત્ની, માતા અને પુત્ર સાથે સુરત મહાનગરના વોર્ડ નં. 20 માં આવેલી શિશુવિહાર પ્રાથમિક શાળાના બૂથ નં. 73 ઉપર પહોંચીને મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
મતદાન બાદ મંત્રીએ જણાવ્યું હતું કે, મતદાન એ રાષ્ટ્રસેવાનું મહત્વનું પગથિયું છે. મતદાનની તક એવી અમૂલ્ય તક છે જે રાજ્ય અને દેશના નવનિર્માણ માટે યોગદાન આપવા પ્રેરે છે. પ્રથમવાર મતાધિકારનો ઉપયોગ કરનાર 18 વર્ષના નવયુવાન મતદારોને અભિનંદન આપ્યા હતા. તેમણે તમામ ચૂંટણીઓમાં મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા જણાવી મતદાન માટે જાગૃત્ત સુરતના મતદારોને બિરદાવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે