
વલસાડ, 26 એપ્રિલ (હિ.સ.) : વલસાડ જિલ્લામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપવા માટે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે જ દિશામાં વધુ એક મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે.
ડુંગરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશન એક્ટના ગુનામાં ફરાર આરોપી બેઝીક ઉર્ફે શંભુ સુરેશભાઈ ગાંડાભાઈ કોળી પટેલ (ઉંમર ૨૨, રહે. નાંદરખા, તા. ગણદેવી, જી. નવસારી)ને એલ.સી.બી. વલસાડની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરી સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝના માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટાફ વોન્ટેડ આરોપીઓને પકડવા માટે સક્રિય હતો.
દરમિયાન પોલીસ કૉન્સ્ટેબલ રાહુલ નાયકાને મળેલી ખાનગી બાતમીના આધારે ટીમે ઝડપી કાર્યવાહી કરી આરોપીને પકડી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ ડુંગરી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ કલમ 65(એ)(ઈ), 81, 98(2) અને 116(ખ) મુજબ ગુનો નોંધાયેલ છે.
આ કામગીરીમાં પો.સ.ઇ. જે.જી. પરમાર, એ.એસ.આઇ. વિજય પાટીલ, પો.કો. રાહુલ નાયક અને હારીશ ખાન સહિતની ટીમે સંકલિત રીતે કામગીરી કરી હતી.વલસાડ એલ.સી.બી.ની આ કામગીરીથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવામાં વધુ એક પગલું આગળ વધ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha