વલસાડ પોલીસની માનવતાભરી સેવા: અંધજન, વૃદ્ધો અને દિવ્યાંગોને મતદાનમાં સહાય
વલસાડ,26 એપ્રિલ (હિ.સ.) વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન વલસાડ પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. અંધજન, વૃદ્ધો અને દિવ્યાંગ નાગરિકોને સુરક્ષિત રીતે મતદાન કેન્દ્ર સુધી પહોંચાડીને અને મતદાન પ્રક્રિયામાં સહાય કરી પોલીસે
વલસાડ પોલીસ


વલસાડ,26 એપ્રિલ (હિ.સ.) વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન વલસાડ પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. અંધજન, વૃદ્ધો અને દિવ્યાંગ નાગરિકોને સુરક્ષિત રીતે મતદાન કેન્દ્ર સુધી પહોંચાડીને અને મતદાન પ્રક્રિયામાં સહાય કરી પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

મતદાનના દિવસે ઘણા એવા મતદારો હતા, જેઓ શારીરિક મર્યાદાઓને કારણે સ્વતંત્ર રીતે મતદાન કરવા સક્ષમ નહોતા. આવી પરિસ્થિતિમાં વલસાડ પોલીસે ખાસ વ્યવસ્થા ગોઠવી, જેમાં પોલીસ કર્મચારીઓએ અંધજન, વૃદ્ધો અને દિવ્યાંગોને તેમના ઘરેથી મતદાન કેન્દ્ર સુધી પહોંચાડવાની સાથે સાથે મતદાન પૂર્ણ થયા બાદ સુરક્ષિત રીતે પરત પહોંચાડ્યા હતા.

પોલીસ દ્વારા મતદાન કેન્દ્રો પર સહાય ડેસ્કની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જ્યાં જરૂરિયાતમંદ મતદારોને માર્ગદર્શન અને સહાય આપવામાં આવી. આ સાથે, મતદાન દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા પણ જાળવવામાં આવી.

મતદારો અને સ્થાનિક લોકોએ પોલીસની આ કામગીરીને ખુબ બિરદાવતા કહ્યું કે, “આવી સેવા માત્ર ફરજ નહીં પરંતુ સાચી માનવતા દર્શાવે છે.”

વલસાડ પોલીસની આ કામગીરી લોકશાહીના પર્વને વધુ મજબૂત બનાવે છે અને સમાજમાં સેવા અને સહકારની ભાવનાને પ્રેરણા આપે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande