પોરબંદરમાં મતદારોમાં મતદાનને લઈ ને નિરસતા.
પોરબંદર, 26 એપ્રિલ (હિ.સ.)સમગ્ર ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.ત્યારે પોરબંદર શહેર માં મહાનગરપાલિકા ની ચૂંટણી માં મતદારો નીરસ જોવા મળી રહ્યા હતા.સવારે 7 વાગ્યા થી લઈ બોપોરે 3 વાગ્યા સુધી માં માત્ર 32.56% જેટલ
પોરબંદરમાં મતદારોમાં મતદાનને લઈ ને નિરસતા.


પોરબંદરમાં મતદારોમાં મતદાનને લઈ ને નિરસતા.


પોરબંદરમાં મતદારોમાં મતદાનને લઈ ને નિરસતા.


પોરબંદર, 26 એપ્રિલ (હિ.સ.)સમગ્ર ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.ત્યારે પોરબંદર શહેર માં મહાનગરપાલિકા ની ચૂંટણી માં મતદારો નીરસ જોવા મળી રહ્યા હતા.સવારે 7 વાગ્યા થી લઈ બોપોરે 3 વાગ્યા સુધી માં માત્ર 32.56% જેટલું જ મતદાન નોંધાયું હતું.મતદાન મથકોમાં એકલ- દોકલ મતદારો નજરે પડી રહ્યા હતા.તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન ની ટકાવારી વધુ નોંધાઈ હતી.

પોરબંદર જિલ્લા નું 3વાગ્યા સુધીના મતદાન ની ટકાવારી

પોરબંદર મનપા 32.56%

પોરબંદર જિલ્લા પંચાયત 33.91%

પોરબંદર તાલુકા પંચાયત 32.62%

રાણાવાવ તાલુકા પંચાયત 33.70%

કુતિયાણા તાલુકા પંચાયત 40.39%

આ રીતે કુતિયાણા તાલુકા ના મતદારો માં ઉત્સાહ જોવા મળી રહયો હતો.સમગ્ર જિલ્લા માં કુતિયાણા તાલુકા નું મતદાન સૌથી વધુ નોંધાયું હતું. વહીવટીતંત્ર દ્વાર પણ મતદાન ના થોડા દિવસ પૂર્વે મતદાન જાગૃતિ અંગે ના અનેક કાર્યક્રમો નું આયોજન કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande