
પાટણ, 26 એપ્રિલ (હિ.સ.) : સાંતલપુર તાલુકાના સાંતલપુર ગામે એક પ્રેરણાદાયક ઘટના સામે આવી છે, જ્યાં વરરાજાએ પોતાના લગ્ન પહેલાં મતદાન કરીને નાગરિક ફરજને મહત્વ આપ્યું.
લગ્ન જેવી મહત્વપૂર્ણ ક્ષણ હોવા છતાં, વરરાજાએ મતદાન કરવું પ્રથમ કર્તવ્ય માનીને મતદાન કેન્દ્ર પર જઈને પોતાનો મત આપ્યો.
આ પગલાંથી સમાજને સારો સંદેશ મળે છે કે દરેક નાગરિકે પોતાના હક અને ફરજ પ્રત્યે જાગૃત રહીને મતદાન કરવું જોઈએ.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ