ચૂંટણી: જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તથા નગરપાલિકાની 163 બેઠક માટે, 1443 મતદાન મથકો શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ
ગાંધીનગર, 26 એપ્રિલ (હિ.સ.) : ગાંધીનગર જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની બેઠકો માટે વહેલી સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી સુદ
મતદાતા


ગાંધીનગર, 26 એપ્રિલ (હિ.સ.) : ગાંધીનગર જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની બેઠકો માટે વહેલી સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી સુદ્રઢ વ્યવસ્થા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.

ગાંધીનગર જિલ્લામાં જિલ્લા પંચાયતની 25 બેઠકો, માણસા, કલોલ અને દહેગામ તાલુકા પંચાયતોની કુલ 70 બેઠકો તેમજ કલોલ અને દહેગામ નગરપાલિકાની 68 બટકા ઠકો માટે મતદાન પ્રક્રિયા ચાલુ છે.

જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી રવિન્દ્ર ખતાલેના માર્ગદર્શન હેઠળ, દરેક મતદાન મથક પર પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ખાસ કરીને એપ્રિલ મહિનાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને મતદારો માટે દરેક મથક પર પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, મતદારો માટે શેડ (મંડપ) અને બેસવાની સુવિધા, વૃદ્ધો અને દિવ્યાંગો માટે વ્હીલચેર તથા સહાયકોની વ્યવસ્થા કરવામાં આવી છે.

જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે સિંગલ ચોઈસ ઈવીએમ તથા નગરપાલિકા માટે મલ્ટી ચોઈસ ઈવીએમ મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોઈપણ ટેકનિકલ ખામીને પહોંચી વળવા માટે દરેક ઝોનમાં રિઝર્વ ઈવીએમ અને એન્જિનિયરોની ટીમ ખડેપગે છે.

જિલ્લાના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર વધારાનો પોલીસ ફોર્સ અને વેબકાસ્ટિંગ દ્વારા, સીધું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. વહેલી સવારથી જ યુવાનોથી લઈને વૃદ્ધોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande