નર્મદા જિલ્લામાં મતદાનનો ઉત્સાહ: મતદાતાઓ અને વરિષ્ઠ નાગરિકોની સક્રિય ભાગીદારી
રાજપીપલા, 26 એપ્રિલ (હિ.સ.) : નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 અંતર્ગત આજે જિલ્લામાં મતદાન પ્રક્રિયા દરમિયાન મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિવિધ મતદાન મથકો પર મતદારો મોટી સંખ્યામાં પહોંચી મતદાન કરી રહ્યા છે. ખાસ કરીને પ
Voting enthusiasm in Narmada district


રાજપીપલા, 26 એપ્રિલ (હિ.સ.) : નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 અંતર્ગત આજે જિલ્લામાં મતદાન પ્રક્રિયા દરમિયાન મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિવિધ મતદાન મથકો પર મતદારો મોટી સંખ્યામાં પહોંચી મતદાન કરી રહ્યા છે.

ખાસ કરીને પ્રાથમિક શાળા ખાતે આવેલા મતદાન મથક પર પ્રથમ વખત મતદાન કરતા યુવા મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમણે લોકશાહીના આ મહાપર્વમાં ભાગ લઇ પોતાના મતાધિકારનો ગૌરવપૂર્વક ઉપયોગ કર્યો હતો.

આ સાથે વરિષ્ઠ નાગરિકોએ પણ પોતાનો કિંમતી સમય કાઢી મતદાન કરી લોકશાહી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી તથા અન્ય નાગરિકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી.

નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેકટર એસ.કે. મોદીની માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં મતદાન પ્રક્રિયા સુચારૂ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્લાના તમામ મતદાન મથકો પર મતદાતાઓને સુવિધા મળી રહે તે માટે યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમાં પીવાના પાણીની સુવિધા, છાંયા માટે મંડપ તથા મતદાન અંગે માર્ગદર્શન આપવા માટે માહિતીપ્રદ પોસ્ટરો મૂકવામાં આવ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande