મમતા દીદીએ ખેડૂતો સાથે, અન્યાય કર્યોઃ અમિત શાહ
તેહટ્ટ (નાદિયા), નવી દિલ્હી, 26 એપ્રિલ (હિ.સ.) પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહારો કર્યા અને તેના પર ખેડૂતો સાથે અન્યાય કરવાનો આરોપ લગાવ્યો. નાદિયા જિલ્લાના તેહટ્ટા ખાતે એક ચૂંટણી રેલ
શાહ


તેહટ્ટ (નાદિયા), નવી દિલ્હી, 26 એપ્રિલ (હિ.સ.) પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મમતા

બેનર્જી સરકાર પર આકરા પ્રહારો કર્યા અને તેના પર ખેડૂતો સાથે અન્યાય કરવાનો આરોપ

લગાવ્યો. નાદિયા જિલ્લાના તેહટ્ટા ખાતે એક ચૂંટણી રેલીને સંબોધતા બેનર્જીએ કહ્યું

કે,” બંગાળના મતદારોએ મતદાનના પ્રથમ તબક્કામાં દીદીનો સફાયો કરી દીધો છે. ભારતીય

જનતા પાર્ટી (ભાજપ) પ્રથમ તબક્કામાં 150 બેઠકોમાંથી 110 બેઠકો જીતવા જઈ રહી છે. બાકીનું કામ બીજા તબક્કામાં પૂર્ણ

કરવામાં આવશે.”

અમિત શાહે કહ્યું કે,” મમતા દીદીએ પ્રદેશના લસણના ખેડૂતો

સાથે દગો કર્યો છે. દેશના બાકીના ભાગોમાં લસણ 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. પરંતુ બાંગ્લાદેશથી

આવતા નકલી ચાઇનીઝ લસણને કારણે લસણના ખેડૂતોને માત્ર 12 રૂપિયા પ્રતિ

કિલો મળે છે. ભાજપ સરકાર દરમિયાન ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને

ખેડૂતોને તેમના ઉત્પાદિત લસણની કિંમત 200 રૂપિયા પ્રતિ કિલો મળશે.”

અમિત શાહે કહ્યું, હું માતાઓ અને બહેનોને અહીં કમલની સરકાર બનાવવા

માટે કહેવા માંગુ છું.” તેમણે ફરી એકવાર પુનરાવર્તન કર્યું કે,” મે મહિનાથી દરેક

દીદીના બેંક ખાતામાં ત્રણ હજાર રૂપિયા જમા કરવામાં આવશે.”

તેમણે એમ પણ કહ્યું કે, “ભાજપ સરકાર પણ બંગાળના તમામ

બેરોજગાર યુવાનોના ખાતામાં દર મહિને 3000 રૂપિયા જમા કરાવશે અને અમે દરેક ગર્ભવતી માતાને તેમના

બાળકની સંભાળ રાખવા માટે 21 હજાર રૂપિયા

આપીશું.”

હિન્દુસ્થાન સમાચાર/સંતોષ માધુપ/અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande