બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં લગ્ન પહેલાં દુલ્હને લોકશાહી પર્વમાં સહર્ષ લઈને મતદાન કર્યુ
બોટાદ/અમદાવાદ,26 એપ્રિલ (હિ.સ.) લગ્ન પહેલાં દુલ્હને લોકશાહી પર્વમાં સહર્ષ લઈને મતદાન કર્યુ છે. બોટાદ શહેરના નગરપાલિકાની ચૂંટણીને લઇ વોર્ડ નંબર 6 માં આવેલી સરકારી હાઈસ્કૂલના બુથ પર લગ્ન પહેલાં મતદાન જરૂરી સમજીને દુલ્હને મતદાન કર્યુ છે. માંડવે
બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં લગ્ન પહેલાં દુલ્હને લોકશાહી પર્વમાં સહર્ષ લઈને મતદાન કર્યુ


બોટાદ/અમદાવાદ,26 એપ્રિલ (હિ.સ.) લગ્ન પહેલાં દુલ્હને લોકશાહી પર્વમાં સહર્ષ લઈને મતદાન કર્યુ છે. બોટાદ શહેરના નગરપાલિકાની ચૂંટણીને લઇ વોર્ડ નંબર 6 માં આવેલી સરકારી હાઈસ્કૂલના બુથ પર લગ્ન પહેલાં મતદાન જરૂરી સમજીને દુલ્હને મતદાન કર્યુ છે. માંડવે જાન આવી ગઈ હોવા છતાં દુલ્હને પહેલા મતદાન કરવું જરૂરી સમજીને મતદાન મથક પર પહોંચી અને મતદાન કર્યુ છે. ભૂમિ પંચાલે મતદાન કર્યા બાદ અન્ય લોકોને પણ મતદાન કરવું તે પ્રમાણેની અપીલ પણ કરી છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દોઢ કલાકમાં અંદાજે 4.7 ટકા મતદાન થયું છે. 15 મહાનગરપાલિકામાં અંદાજે 3.6 ટકા મતદાન તથા જિલ્લા-તાલુકા પંચાયતમાં અંદાજે 4.3 ટકા મતદાન અને નગરપાલિકામાં અંદાજે 5.5 ટકા મતદાન થયું છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande