

અમદાવાદ, 26 એપ્રિલ (હિ.સ.) : રાજ્યના મુખ્યમંત્રીએ ભુપેન્દ્ર પટેલે આજે અમદાવાદના શીલજ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પરિવાર સાથે મતદાન કર્યું હતું. આ પ્રસંગે તેઓએ સૌ નાગરિકોને લોકશાહીને મજબૂત બનાવવા અને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે જનતાનો પ્રત્યેક મત ગુજરાતની વિકાસની ગતિને નવી ઊંચાઈએ લઈ જશે.
15 મનપામાં 11 વાગ્યા સુધીમાં સરેરાશ 14 ટકા મતદાન.
જ્યારે આણંદ મહાનગરપાલિકા કરમસદ હાઈસ્કૂલમાં મતદાન મથકમાં EVMમાં ક્ષતિ જોવા મળી છે. મતદાનના પ્રારંભ થયાના 7 મિનિટમાં જ EVMમાં સાત અને 15 મિનિટ થઈ ગઈ હતી. એવીએમમાં ખામી સર્જાતા મતદારો મતદાન કરવા રાહ જોઈ રહ્યા છે.
આ સાથે વડોદરાના માંજલપુરની અંબે સ્કૂલ રૂમ નંબર 30 માં પણ ઇવીએમ ખોટકાયું છે. વહેલી સવારથી કતારોમાં ઉભેલા મતદારો અકળાયા. મતદાન શરૂ થતાની સાથે જ ઈવીએમ ખોટકાતા મતદારોમાં રોષ છવાયો. મતદારોએ કહ્યું અમારો સમય વેડફાય છે.વડોદરામાં આકરી ગરમી વચ્ચે પણ મતદારો મતદાન કરવા માટે ઉત્સાહ બતાવી રહ્યા છે. તો બીજી તરફ મતદાન મથકો પર મતદારોએ તડકામાં લાઈનમાં ઉભું રહેવું પડતું હોય પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ નારાજગી વ્યકત કરી હતી.
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો તથા 260 તાલુકા પંચાયતો માટે ચૂંટણી માટે મતદાન શરૂ થતા વહેલી સવારથી જ લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે. વહેલી સવારથી જ અનેક મતદાન મથકો પર મતદારોની લાઈન લાગી ગઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ