જામનગરની ભાગોળે કાર અને બાઈક વચ્ચે અકસ્માત : 5 વર્ષની બાળકીનું મોત, દંપતીને ઈજા
જામનગર, 27 એપ્રિલ (હિ.સ.) : જામનગરમાં કાલાવડ નાકા બહાર એક પેટ્રોલ પંપ પાસે ગઈકાલે રાત્રે અકસ્માતનો બનાવ બન્યો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે બાઈક ને હડફેટમાં લઈ લેતા બાઈક સવાર દંપતિ ગંભીર સ્વરૂપે ઘાયલ થયું હતું, જ્યારે તેમની પાંચ વર્ષની
અકસ્માત


જામનગર, 27 એપ્રિલ (હિ.સ.) : જામનગરમાં કાલાવડ નાકા બહાર એક પેટ્રોલ પંપ પાસે ગઈકાલે રાત્રે અકસ્માતનો બનાવ બન્યો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે બાઈક ને હડફેટમાં લઈ લેતા બાઈક સવાર દંપતિ ગંભીર સ્વરૂપે ઘાયલ થયું હતું, જ્યારે તેમની પાંચ વર્ષની પુત્રી પણ ગંભીર સ્વરૂપે ઘાયલ થયા બાદ તેણીનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ બનાવને લઈને ભારે ચકચાર જાગી છે. અકસ્માતના બનાવના કારણે સ્થળ ઉપર મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. સમગ્ર મામલામાં પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા ઈસરાઈલ ઈકબાલભાઈ સમા કે જેઓ પોતાના પત્ની રૂકસારબેન સમા અને પાંચ વર્ષની પુત્રી હબિરા સમાને સાથે રાખીને કાલાવડ નાકા બહાર પોતાના એફ ઝેડ બાઈક પર પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી લાલ કલરની એક કારના ચાલકે બાઈકને હડફેટમાં લઈ લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કારની સ્પીડ એટલી બધી હતી, કે તેની હડફેટમાં આવવાથી બાઇકનું પડીકુ વળી ગયું હતું, જ્યારે કારમાં પણ ભારે નુકસાની થઈ હતી.

આ અકસ્માતના બનાવ બાદ સ્થળ પર મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું, અને અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત બનેલા ઇઝરાયેલ ભાઈ તેમના પત્ની રુકસારબેન અને પુત્રીને હબીરા સમા ને તાત્કાલિક સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પાંચ વર્ષની બાળકીનું મૃત્યુ નીપજયું હોવાનું તબીબો દ્વારા જાહેર કરાયું હતું, જયારે ઇઝરાઇલ ભાઈ અને રૂકસારબેન સારવાર હેઠળ છે. સમગ્ર બનાવની જાણ થતા સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને સમગ્ર અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande