સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: અમદાવાદની મતગણતરી કેન્દ્ર પર થ્રી લેયર પોલીસ બંદોબસ્ત, સ્પેશિયલ કંટ્રોલ રૂમ પણ બનાવાયો
અમદાવાદ, 27 એપ્રિલ (હિ.સ.) : રાજ્યમાં 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી. આવતીકાલે મતગણતરી થવાની છે. અમદાવાદમાં મતગણતરી માટે ગુજરાત કોલેજ ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે થ્રી લેયર સુરક
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: અમદાવાદની મતગણતરી કેન્દ્ર પર થ્રી લેયર પોલીસ બંદોબસ્ત, સ્પેશિયલ કંટ્રોલ રૂમ પણ બનાવાયો


અમદાવાદ, 27 એપ્રિલ (હિ.સ.) : રાજ્યમાં 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી. આવતીકાલે મતગણતરી થવાની છે. અમદાવાદમાં મતગણતરી માટે ગુજરાત કોલેજ ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી સાથે 11 નગરપાલિકાઓની પેટા ચૂંટણી માટે 26મી એપ્રિલના રોજ મતદાન થયું હતું. જેમાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું. હવે આવતીકાલે એટલે 28મી એપ્રિલના રોજ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે તારીખ 28મીના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. શહેરના 48 વોર્ડના ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. મતગણતરી માટે શહેરની ગુજરાત કોલેજ ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

મતગણતરી કેન્દ્ર અને સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે થ્રી-લેયર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પ્રથમ સ્તરે એસઆરપીના જવાનો, બીજા સ્તરે સ્થાનિક પોલીસ અને ત્રીજા સ્તરે હથિયારધારી પોલીસ જવાનો તૈનાત રહેશે.

કોઈપણ બિનઅધિકૃત વ્યક્તિને સેન્ટરમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.

સુરક્ષા વ્યવસ્થાની ગંભીરતાને જોતા, સમગ્ર મતગણતરી સેન્ટર પર નજર રાખવા માટે એક સ્પેશિયલ કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. અહીંથી સીસીટીવી કેમેરા દ્વારા દરેક હલચલ પર નજર રાખવામાં આવશે. આ સુરક્ષા વ્યવસ્થામાં જોઈન્ટ સીપી (JCP), ડીસીપી, એસીપી અને પીઆઈ કક્ષાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. અંદાજે 600થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહી કાયદો અને વ્યવસ્થા જાળવશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande