સરાફા બજારમાં મામૂલી ઘટાડો, સોના અને ચાંદીની ચમક ફિક્કી પડી
નવી દિલ્હી, 27 એપ્રિલ (હિ.સ.) સ્થાનિક સરાફા બજારમાં આજે શરૂઆતી કારોબાર દરમિયાન સાંકેતિક નરમાઈનું વલણ જોવા મળી રહ્યું છે. કિંમતમાં થયેલા ઘટાડાને કારણે દેશના મોટાભાગના સરાફા બજારમાં 24 કેરેટ સોનું 1,54,030 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી લઈને 1,54,900 રૂપિયા
સોના-ચાંદી


નવી દિલ્હી, 27 એપ્રિલ (હિ.સ.) સ્થાનિક સરાફા બજારમાં આજે શરૂઆતી કારોબાર દરમિયાન સાંકેતિક નરમાઈનું વલણ જોવા મળી રહ્યું છે. કિંમતમાં થયેલા ઘટાડાને કારણે દેશના મોટાભાગના સરાફા બજારમાં 24 કેરેટ સોનું 1,54,030 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી લઈને 1,54,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર કરી રહ્યું છે. જ્યારે 22 કેરેટ સોનું આજે 1,41,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી લઈને 1,41,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વચ્ચે વેચાઈ રહ્યું છે. તો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ આવેલી મામૂલી નરમાઈને કારણે આ ચમકદાર ધાતુ દિલ્હી સરાફા બજારમાં આજે 2,59,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે વેચાઈ રહી છે.

દિલ્હીમાં આજે 24 કેરેટ સોનું 1,54,180 પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર કરી રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 1,41,340 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે. તો દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 24 કેરેટ સોનું 1,54,030 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 1,41,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે. તેવી જ રીતે અમદાવાદમાં 24 કેરેટ સોનાની રિટેલ કિંમત 1,54,080 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાની કિંમત 1,41,240 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે.

આ મુખ્ય શહેરો ઉપરાંત ચેન્નઈમાં 24 કેરેટ સોનું આજે 1,54,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામની કિંમતે અને 22 કેરેટ સોનું 1,41,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામની કિંમતે વેચાઈ રહ્યું છે. તેવી જ રીતે કોલકાતામાં 24 કેરેટ સોનું 1,54,030 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 1,41,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર કરી રહ્યું છે. ભોપાલમાં 24 કેરેટ સોનાની કિંમત 1,54,080 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે, જ્યારે 22 કેરેટ સોનું 1,41,240 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે.

લખનૌના સરાફા બજારમાં 24 કેરેટ સોનું આજે 1,54,180 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે અને 22 કેરેટ સોનું 1,41,340 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે. પટનામાં 24 કેરેટ સોનાની કિંમત 1,54,080 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે, જ્યારે 22 કેરેટ સોનું 1,41,240 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે. જયપુરમાં 24 કેરેટ સોનું 1,54,180 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 1,41,340 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે.

દેશના અન્ય રાજ્યોની જેમ કર્ણાટક, તેલંગાણા અને ઓડિશાના સરાફા બજારમાં પણ આજે સોનાના ભાવમાં મામૂલી નરમાઈનું વલણ જોવા મળી રહ્યું છે. આ ત્રણેય રાજ્યોની રાજધાની બેંગલુરુ, હૈદરાબાદ અને ભુવનેશ્વરમાં 24 કેરેટ સોનું 1,54,030 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર કરી રહ્યું છે. તેવી જ રીતે આ ત્રણેય શહેરોના સરાફા બજારોમાં 22 કેરેટ સોનું 1,41,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande