ચારધામ યાત્રા માટે એલપીજી પુરવઠો જાળવી રાખવા વિનંતી, મુખ્યમંત્રીએ કેન્દ્રીય મંત્રી સાથે મુલાકાત કરી
નવી દિલ્હી, 27 એપ્રિલ (હિ.સ.) ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ચારધામ યાત્રાના સુચારૂ સંચાલન માટે વ્યાવસાયિક એલપીજી સિલિન્ડરોનો પુરવઠો 100 ટકા જાળવી રાખવા વિનંતી કરી છે. આ સંદર્ભમાં તેમણે સોમવારે નવી દિલ્હી સ્થિત કર્તવ્ય ભવનમાં કેન્દ્રીય પ
તાજઘરઘ


નવી દિલ્હી, 27 એપ્રિલ (હિ.સ.) ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ચારધામ યાત્રાના સુચારૂ સંચાલન માટે વ્યાવસાયિક એલપીજી સિલિન્ડરોનો પુરવઠો 100 ટકા જાળવી રાખવા વિનંતી કરી છે. આ સંદર્ભમાં તેમણે સોમવારે નવી દિલ્હી સ્થિત કર્તવ્ય ભવનમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી સાથે મુલાકાત કરીને વિસ્તૃત ચર્ચા કરી.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે. એપ્રિલથી નવેમ્બર સુધી ચાલતી ચારધામ યાત્રા દરમિયાન દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ ઉત્તરાખંડ પહોંચે છે, જેના કારણે વ્યાવસાયિક એલપીજીની માંગમાં નોંધપાત્ર વધારો થાય છે. આ સમયગાળા દરમિયાન રાજ્યને અંદાજે 9,67,949 વ્યાવસાયિક સિલિન્ડરોની જરૂરિયાત હોય છે. આવા સંજોગોમાં અવિરત પુરવઠો જાળવી રાખવો આવશ્યક છે.

પુષ્કર સિંહ ધામીએ જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ચોમાસા દરમિયાન સંભવિત કુદરતી આપત્તિઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, પહાડી વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરીમાં એલપીજીની મહત્વની ભૂમિકા હોય છે. તેમણે આ સમયગાળા માટે લગભગ 5 ટકા વધારાના (આશરે 48,397 સિલિન્ડર) ફાળવણી સુનિશ્ચિત કરવા માટે પણ વિનંતી કરી.

મુખ્યમંત્રીએ કહ્યું કે, ઉત્તરાખંડની અર્થવ્યવસ્થા મુખ્યત્વે પ્રવાસન, ખાસ કરીને ધાર્મિક અને સાહસિક પ્રવાસન પર આધારિત છે. ચારધામ યાત્રા રાજ્યની આસ્થા, સાંસ્કૃતિક ઓળખ અને આર્થિક ગતિવિધિઓનો મુખ્ય આધાર છે, તેથી આવશ્યક સંસાધનોની ઉપલબ્ધતા અત્યંત મહત્વની છે.

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ મુખ્યમંત્રી દ્વારાસ રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવો પર હકારાત્મક વિચારણાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર રાજ્યના હિતો પ્રત્યે પ્રતિબદ્ધ છે અને જરૂરી કાર્યવાહી સુનિશ્ચિત કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / રાજેશ કુમાર પાંડે / સત્યવાન

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande