પાટણ જિલ્લામાં આવતીકાલે મતગણતરી, પરિણામો બપોર સુધી સ્પષ્ટ થશે
પાટણ, 27 એપ્રિલ (હિ.સ.) : પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રવિવારે શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થયા બાદ હવે સૌની નજર આવતીકાલે યોજાનારી મતગણતરી પર છે. મંગળવારે સવારે 9:00 વાગ્યાથી વિવિધ કેન્દ્રો પર મતગણતરી શરૂ થશે, જેમાં જિલ્લા પંચાયતની 32, ત
પાટણ જિલ્લામાં મતગણતરી આવતીકાલે, પરિણામો બપોર સુધી સ્પષ્ટ થશે


પાટણ, 27 એપ્રિલ (હિ.સ.) : પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રવિવારે શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થયા બાદ હવે સૌની નજર આવતીકાલે યોજાનારી મતગણતરી પર છે. મંગળવારે સવારે 9:00 વાગ્યાથી વિવિધ કેન્દ્રો પર મતગણતરી શરૂ થશે, જેમાં જિલ્લા પંચાયતની 32, તાલુકા પંચાયતોની 165 અને નગરપાલિકાની બેઠકોના પરિણામો જાહેર થશે.

મતગણતરી વોર્ડવાઈઝ અને રાઉન્ડ મુજબ હાથ ધરવામાં આવશે, જેથી બપોર સુધીમાં વિજેતાઓના નામ સ્પષ્ટ થવા લાગશે. તમામ તાલુકા મથકો પર જરૂરી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને અંદાજિત 100 થી 125 કર્મચારીઓ આ પ્રક્રિયામાં જોડાશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓની હાજરીમાં પારદર્શક રીતે મતગણતરી હાથ ધરાશે.

પરિણામો જાહેર થતા જ વિજેતા ઉમેદવારો દ્વારા ઉજવણીનો માહોલ સર્જાશે. ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું છે કે મતગણતરી માટેની તમામ વ્યવસ્થા, સ્ટાફ અને કાયદો-વ્યવસ્થા અંગેની તૈયારી પૂર્ણ છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande