દિનેશ ત્રિવેદી બાંગ્લાદેશમાં હાઈ કમિશનર નિયુક્ત, વિદેશ મંત્રાલયે કરી જાહેરાત
નવી દિલ્હી, 27 એપ્રિલ (હિ.સ.). પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા દિનેશ ત્રિવેદીને, બાંગ્લાદેશમાં ભારતના આગામી હાઈ કમિશનર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે સોમવારે સત્તાવાર રીતે આ માહિતી આપી અને જણાવ્યું કે તેઓ ટૂંક
દિનેશ ત્રિવેદી


નવી દિલ્હી, 27 એપ્રિલ (હિ.સ.). પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા દિનેશ ત્રિવેદીને, બાંગ્લાદેશમાં ભારતના આગામી હાઈ કમિશનર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે સોમવારે સત્તાવાર રીતે આ માહિતી આપી અને જણાવ્યું કે તેઓ ટૂંક સમયમાં કાર્યભાર સંભાળશે.

ત્રિવેદી પ્રણય વર્માનું સ્થાન લેશે, જેમને તાજેતરમાં બેલ્જિયમમાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સાથે જ તેઓ યુરોપિયન યુનિયનમાં ભારતના રાજદૂતની જવાબદારી પણ સંભાળશે. બાંગ્લાદેશમાં ત્રિવેદીની આ નિમણૂક એટલા માટે ખાસ છે, કારણ કે સામાન્ય રીતે આ પદ પર ભારતીય વિદેશ સેવા (આઈએફએસ) ના અધિકારીને મોકલવામાં આવે છે, પરંતુ આ વખતે એક વરિષ્ઠ રાજનેતાની પસંદગી કરવામાં આવી છે.

ત્રિવેદીનું લાંબુ રાજકીય જીવન રહ્યું છે. તેમણે 1987 માં જન મોરચાની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જન મોરચાનું બાદમાં જનતા દળમાં વિલીનીકરણ થયું હતું. તેઓ 1990 થી 1996 સુધી ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. વર્ષ 1998 માં તૃણમૂલ કોંગ્રેસની સ્થાપનામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. મનમોહન સિંહના નેતૃત્વ હેઠળની સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન સરકારમાં તેમણે રેલ મંત્રી તરીકે સેવા આપી હતી. 2012 ના રેલ બજેટમાં ભાડું વધારવાના પ્રસ્તાવને કારણે તેમને રાજીનામું આપવું પડ્યું હતું. વર્ષ 2021 માં તેઓ તૃણમૂલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.

ત્રિવેદી ગુજરાતના છે, પરંતુ તેમની બાંગ્લા ભાષા પર સારી પકડ છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો શેખ હસીના સરકારના પતન પછી ઘણા પાછળ ધકેલાઈ ગયા હતા. જોકે, તારિક રહેમાનના નેતૃત્વ હેઠળની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીની સરકાર બન્યા બાદ સંબંધો ફરી પાટા પર આવતા દેખાઈ રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande