જામનગર જિલ્લામાં મતદાન દરમ્યાન કુલ 23 ઈવીએમ મશીન બગડયા
જામનગર, 27 એપ્રિલ (હિ.સ.) : જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી હતી, દરમિયાન 23 જગ્યાઓ પર ઈવીએમ મશીનોમાં ટેકનિકલ ખામી નોંધાઈ હતી. જોકે તમામ સ્થાન ઉપર ચૂંટણી તંત્ર દ્વારા ઇવીએમ મશીન માં ખામી દૂર
ચૂંટણી માં મશીન બગડ્યા


જામનગર, 27 એપ્રિલ (હિ.સ.) : જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી હતી, દરમિયાન 23 જગ્યાઓ પર ઈવીએમ મશીનોમાં ટેકનિકલ ખામી નોંધાઈ હતી. જોકે તમામ સ્થાન ઉપર ચૂંટણી તંત્ર દ્વારા ઇવીએમ મશીન માં ખામી દૂર કરવાની, અથવા તો ઇવીએમ મશીન બદલવાની પ્રક્રિયા તુરતજ હાથ ધરી લેવામાં આવી હતી.

મળેલ વિગતો મુજબ જામનગર મહાનગર પાલીકા ની ચૂંટણી દરમિયાન સી.યુ. -2 ઇ.વી.એમ મશીન અને બી.યૂ -12 મશીનોમાં ખામી નોંધાઈ હતી. અને તમામ સ્થળે તે ખામી દુરસ્ત કરી લેવાઇ હતી.

જામનગર જીલા પંચાયત ની ચૂંટણીમાં સી.યૂ.- 5 અને બી.યૂ. - 4 મશીનોમાં ખામી નોંધાઈ હતી. આમ બન્ને મળી કુલ સી.યૂ.- 7 અને બી.યૂ. 16 સહિત 23 મશીનોમાં ટેકનિકલ સમસ્યા નોંધાઈ હતી. આ તમામ જગ્યાઓ પર તાત્કાલિક રિઝર્વ મશીનો ઉપલબ્ધ કરાવીને મતદાન પ્રક્રિયા વિના વિલંબે ફરી શરૂ કરવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયા દરમિયાન ચૂંટણી કામગીરી પર કોઈ ખાસ અસર પડી નહોતી અને મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલુ રાખવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande