કર્ણાટકના 7,926 કિમી રાષ્ટ્રીય ધોરીમાર્ગોની ગડકરીએ કરી સમીક્ષા, ગુણવત્તા અને જાળવણી અંગે આપ્યા નિર્દેશો
નવી દિલ્હી, 27 એપ્રિલ (હિ.સ.) કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કર્ણાટકમાં 7,926 કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગોની ગુણવત્તા અને જાળવણી કાર્યોની સમીક્ષા કરી. આ સમીક્ષા મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રાપ્ત થયેલા પ્રતિસાદના
રસ્તા


નવી દિલ્હી, 27 એપ્રિલ (હિ.સ.) કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કર્ણાટકમાં 7,926 કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગોની ગુણવત્તા અને જાળવણી કાર્યોની સમીક્ષા કરી. આ સમીક્ષા મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રાપ્ત થયેલા પ્રતિસાદના આધારે કરવામાં આવી હતી.

અહીં આયોજિત આ સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી અજય ટમટા અને હર્ષ મલ્હોત્રાની સાથે ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળ (NHAI), માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં ગડકરીએ પ્રોજેક્ટ્સના સમયસર અમલીકરણ, ઉચ્ચ ગુણવત્તાના ધોરણોના પાલન અને અદ્યતન તકનીકોના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ધોરીમાર્ગના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ટકાઉ અને પ્રભાવી બનાવવા માટે આધુનિક ટેકનોલોજી અપનાવવી આવશ્યક છે.

કેન્દ્રીય મંત્રીએ અધિકારીઓને ચોમાસા પહેલા સંપૂર્ણ તૈયારી સુનિશ્ચિત કરવાના નિર્દેશ પણ આપ્યા હતા. તેમણે કહ્યું કે માર્ગ સુરક્ષા, માળખાકીય મજબૂતી અને ટ્રાફિકના અવિરત સંચાલનને જાળવી રાખવા માટે અગાઉથી આગોતરા પગલાં અને મજબૂત પ્રતિસાદ તંત્ર વિકસાવવું જોઈએ.

ગડકરીએ જણાવ્યું કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગોની ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં અને તમામ પ્રોજેક્ટ્સમાં નક્કી કરેલા ધોરણોનું ચુસ્તપણે પાલન સુનિશ્ચિત કરવામાં આવે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande