
- આઉટડોર એક્ટિવિટી ન કરાવવા અમદાવાદની શાળાઓને DEOની સૂચના
અમદાવાદ,27 એપ્રિલ (હિ.સ.) દેશમાં ભીષણ ગરમી અને હીટવેવમાં વધારો થઈ રહ્યો છે. પૂર્વોત્તર સિવાય ભારતના મોટાભાગના રાજ્યોમાં મહત્તમ તાપમાન 40થી 46 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યું છે. યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 7 શહેરોમાં રવિવારે તાપમાન 46°Cથી ઉપર ગયું.
ગુજરાતમાં પણ હાલમાં અંગ દજાડતી અને અસહ્ય ગરમી પડી રહી છે. ગઈકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનના દિવસે રાજ્યમાં સિઝનનું સૌથી ઊંચુ તાપમાન નોંધાયું છે. પહેલીવાર ગરમીનો પારો 44°C પાર ગયો છે,
ગુજરાતમાં હાલમાં અંગ દજાડતી અને અસહ્ય ગરમી પડી રહી છે.
ગઈકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનના દિવસે રાજ્યમાં સિઝનનું સૌથી ઊંચુ તાપમાન નોંધાયું છે. પહેલીવાર ગરમીનો પારો 44°C પાર ગયો છે, જેમાં કંડલા એરપોર્ટનું સૌથી વધુ 45.2°C નોંધાયું, જ્યારે અમદાવાદ 44.8°C સાથે બીજા નંબર પર રહ્યું છે. કાળઝાળ ગરમીની અસર મતદાન પર પણ જોવા હતી. આ સાથે ઢળી પડ્યા બાદ ત્રણ લોકોના મોત નીપજ્યાં છે.
અમદાવાદ શહેર-જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શહેરની તમામ શાળાઓને બાળકોની સલામતી માટે પોતાની વિવેકબુદ્ધિથી સમયમાં ફેરફાર કરવા કહ્યું છે. તેઓએ જણાવ્યું કે, દરેક વખતે પરિપત્ર કરવો એ જરૂરી નથી, શાળાઓ પોતે નિર્ણય લઈ શકે છે.
બપોરના 12 વાગ્યા પહેલાં તમામ બાળકોને છોડી દેવાઈ તેવી વ્યવસ્થા કરવી. સાથે જ વિદ્યાર્થીઓને ખુલ્લા મેદાનમાં બેસાડવાનું ટાળવા અને બહારની કોઈપણ પ્રકારની એક્ટિવિટીઝ ન કરાવવી.વધુમા તેમણે ગરમીના આ પ્રચંડ માહોલમાં બાળકોને ઠંડકવાળા અને સુરક્ષિત વાતાવરણમાં જ રાખવા માટે ભાર મુકાયો છે.
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ, ગુજરાત પર બે દિવસ હીટવેવનો ખરતો છે.
આજે કચ્છ, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, રાજકોટ અને પોરબંદરમાં, જ્યારે આવતીકાલે કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને પાટણ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાન 41થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે. તંત્ર દ્વારા લોકોને ખાસ સાવચેતી રાખવાની, બપોરના સમયમાં બહાર જવાનું ટાળવાની અને પૂરતું પાણી પીવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યાં અનુસાર, આવતા બે દિવસ દરમિયાન હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગરમ હવામાં વધારો થવાની શક્યતા છે. આવતીકાલે કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને પાટણ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં વધારો થઈ શકે છે. જોકે ત્યારબાદ ત્રણ દિવસ પછી તાપમાનમાં અંદાજે 3 ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતા છે
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ