સંતુર મોમ વડોદરા સિઝન-2માં હિનલ ગૌરે ખિતાબ જીત્યો
વડોદરા, 27 એપ્રિલ (હિ.સ.) : વડોદરા શહેરમાં યોજાયેલ સંતુર મોમ વડોદરા સિઝન-2માં વડોદરાની હિનલ ગૌરે ખિતાબ જીત્યો.દેશના વિવિધ રાજ્યથી આવેલી મોમને માત આપી એક દિકરાની માતા હિનલ ગૌરે ક્રાઉન પોતાના નામે કર્યો.વડોદરાના સેવાસી વિસ્તારમાં આવેલા સ્ટેલાર કિચન ખ
Hinal Gaur wins the title in Santoor Mom Vadodara Season 2


વડોદરા, 27 એપ્રિલ (હિ.સ.) : વડોદરા શહેરમાં યોજાયેલ સંતુર મોમ વડોદરા સિઝન-2માં વડોદરાની હિનલ ગૌરે ખિતાબ જીત્યો.દેશના વિવિધ રાજ્યથી આવેલી મોમને માત આપી એક દિકરાની માતા હિનલ ગૌરે ક્રાઉન પોતાના નામે કર્યો.વડોદરાના સેવાસી વિસ્તારમાં આવેલા સ્ટેલાર કિચન ખાતે આયોજિત સંતુર મોમ વડોદરા સિઝન-2માં દેશના વિવિધ રાજ્યથી આવેલી મોમને માતઓયે ભાગ લીધો હતો.

સંતુર મોમના આયોજક રાજશ્રી પાંજરોલિયા અને આદિત્યસિંહ પાંજરોલિયાએ જણાવ્યું હતું કે, સંતુર મોમની પહેલી સિઝનની સફળતા બાદ આયોજિત બીજી સિઝનમાં 70થી વધારે પ્રતિભાગીઓએ બ્રાઇડલ વેર અને પેઝન્ટ ગ્રાઉન એમ બે કોસ્ચ્યૂમમાં રેમ્પ વોક કરીને ક્રાઉન જીતવા માટે દાવેદારી મજબૂત કરી હતી.

સીએલએમ મિસિસ ઇન્ટરનેશનલ 2022 એવા દર્શિના બારોટ અને ગુજરાત ટોપ મોડલ સિઝન પાંચના ફર્સ્ટ રનર્સ અપ ખુશ્બુ ડોડીયાએ જજ તરીકેની ભૂમિકા ભજવીને 49 વર્ષિય ફેશન ડિઝાઇનર મોમ એવા હિનલ ગૌરને વિજેતા બનાવીને ક્રાઉન પહેરાવ્યો હતો.

આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી મહાનગરના યુવા મોરચાના ઉપાધ્યક્ષ રુકમિલ શાહ, ઉન્નતિ દેસાઈ, યુનિટી વર્લ્ડ એશિયા 2025, મોટિવેશનલ સ્પીકર પ્રેરણા કૌર, મોડલ રોમિલ પટેલ અને મિહિર્સ માઇકના નેજા હેઠળ પોડકાસ્ટ કરતા મિહિર અધ્યારુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ક્રાઉન જીત્યા બાદ હિનલ ગૌરે જણાવ્યું હતું કે, પ્રત્યેક માતાએ તેમની અંદર છુપાયેલી પ્રતિભાને બહાર લાવવા માટે સમયાંતરે વિવિધ પ્રયોગો કરવા જ જોઇએ. આ સાથે જ્યારે સંતુર મોમ જેવી સ્પર્ધાઓ થતી હોય તેમા મહિલાઓએ ભાગ લઇને તેમની પ્રતિભા દર્શાવવી જોઇએ.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande