જગદીશ ત્રિવેદીના અમેરીકાના એક જ કાર્યક્રમમાં ટીંબીની હોસ્પિટલને એક કરોડ રૂપિયાનું દાન
- ન્યુ જર્સીમાં સાંસ્કૃતિક કાર્યક્રમથી નિર્દોષાનંદજી હોસ્પિટલ માટે એક લાખ ડોલરનું દાન એકત્ર. ભાવનગર, 27 એપ્રિલ (હિ.સ.) : અમેરિકાના ન્યુ જર્સી રાજ્યમાં સાંજ ઢળતી હતી, ત્યારે ગુજરાતના કચ્છ માટે જાણે સુખનો નવો સૂરજ ઉગતો હતો. પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવે
ભાવનગર


- ન્યુ જર્સીમાં સાંસ્કૃતિક કાર્યક્રમથી નિર્દોષાનંદજી હોસ્પિટલ માટે એક લાખ ડોલરનું દાન એકત્ર.

ભાવનગર, 27 એપ્રિલ (હિ.સ.) : અમેરિકાના ન્યુ જર્સી રાજ્યમાં સાંજ ઢળતી હતી, ત્યારે ગુજરાતના કચ્છ માટે જાણે સુખનો નવો સૂરજ ઉગતો હતો. પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી હાલ અમેરિકા અને કેનેડાના સાંસ્કૃતિક પ્રવાસે છે. આ દરમિયાન ન્યુ જર્સીના બેલવિલ ગામે આવેલ ઓમ મંદિરના હોલમાં નિર્દોષાનંદજી હોસ્પિટલ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન ડો. મહેશ લીંબાણી, ડો. નટુભાઈ રાજપરા, નિર્દોષાનંદજી હોસ્પિટલ ટિંબીના પ્રમુખ ધનસુખ દેવાણી, જય ધડૂક, અશોક બરવાળીયા અને ધર્મેશ સુહાગીયા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા દાતાશ્રીઓએ દિલ ખોલીને દાન આપ્યું હતું.

વિશેષરૂપે વિનોદ શુક્લ નામના એક ભૂદેવે ૩૬,૦૦૦ ડોલરનું દાન આપ્યું, જય ધડૂક દ્વારા ૩૦,૦૦૦ ડોલરનું યોગદાન આપવામાં આવ્યું, જ્યારે ડો. મહેશ લીંબાણીએ ૧૦,૦૦૦ ડોલરનું દાન આપ્યું હતું. ઉપરાંત અન્ય ઉપસ્થિત દર્શકો તરફથી પણ નાની-મોટી રકમો મળીને કુલ અંદાજે એક લાખ ડોલરનું દાન એકત્ર થયું, જે ભારતીય મૂદ્રામાં આશરે એક કરોડ રૂપિયા જેટલું થાય છે.

આ પ્રસંગે મુની સેવા આશ્રમના ડો. વિક્રમ પટેલ, ન્યુયોર્કના ડો. યોગેન્દ્ર પટેલ તથા બાલ્ટીમોરના બકુલ વિરડીયા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સૌએ સેવા અને માનવતાના કાર્યોને વધાવ્યા અને નિર્દોષાનંદજી હોસ્પિટલના સેવાકાર્યોને બિરદાવ્યા. આ કાર્યક્રમ માત્ર સાંસ્કૃતિક નહીં પરંતુ માનવસેવાની ભાવનાથી ભરપૂર હતો, જેનાથી દૂર વસતા ભારતીયો પણ પોતાના વતન માટે કેટલી લાગણી રાખે છે તે સ્પષ્ટ થયું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande