
જામનગર, 27 એપ્રિલ (હિ.સ.) : જામનગર જિલ્લાના ધ્રોલમાં ચોરીનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. શેરીમાંથી નીકળેલા તાળા રિપેરિંગ કરવા વાળા સરદારજી શખ્સને કપાટનો લોક રિપેરિંગ કરવા માટે બોલાવ્યા બાદ મહીલાની નજર ચૂકવી સોના, ચાંદીના દાગીના ચોરી ગયા જતા મામલો પોલીસ મથકે નોંધાયો છે. આરોપી રૂ.4.36 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી મામલે ધ્રોલ પોલીસે તપાસ હાથ ધરી છે.
ધ્રોલના પડધરીના નાકામાં આવેલા વાણીયા ચોકમાં રહેતા જાનીબેન ભલાભાઇ ભુડીયાએ ચોરી મામલે અજાણ્યા સરદારજી શખ્સ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું કે, ફરિયાદીના ઘરે કબાટનો લોક ખરાબ થયો હોવાથી શેરીમાંથી નીકળેલા સરદારજીને લોક રીપેર કરવા માટે બોલાવ્યો અને ફરીયાદીએ કબાટના ચાવીનો ઝુડો આરોપીને આપી દીધા બાદ લોકમાં કાટ લાગી ગયો હોવાનું કહી તેલ મંગાવ્યા બાદ ફરિયાદી રસોડામાં જતા કબાટની અંદરની તિજોરીમાંથી રૂ.3.50 લાખનો સોનાનો હાર, રૂ.40 હજારનું સોનાનુ પેન્ડલ, રૂ.30 હજારની કિંમતના ચાદીના સાંકળા રૂ.16 હજારનું ચાંદીનુ કંડુ સહિત રૂ.4.36 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી.
થોડી વાર બાદ આરોપીએ લોક રીપેર નહીં થાય લોકની ચાવી સાથે લઇ જાવ છું અને સાંજે આવીને રીપેર કરી આપીશ. તેવું કહી ચાલતી પકડી હતી. જોકે, આરોપી સાંજ સુધી પરત ન આવતા તપાસ કરતા કબાટનું સળિયા વડે તાળું તોડી તપાસ કરતાં તેમાંથી ઘરેણાં ગાયબ હોવાનું સામે આવ્યું હતું.
મહત્વનું છે કે ફરિયાદીના દીકરા જયસુખના પત્ની પુર્ણાબેનનું ચોરીના બીજા દિવસે સીમંત હોવાથી દાગીના કાઢવા માટે કબાટનો લોક ખોલવાનો પ્રયત્ન કરવા જતાં કબાટનો લોક ખૂલ્યો ન હતો. લોખંડના સળીયા વડે કબાટનો મેઇન લોક તોડી કબાટ અંદરનું ખાનું ખૂલ્યા બાદ ચોરી થયાનું સામે આવ્યુ હતું આથી તરત પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt