
જૂનાગઢ, 27 એપ્રિલ (હિ.સ.) : અભયમ હેલ્પલાઈનમાં એક જાગૃત નાગરિક દ્રારા નિ:સહાય વૃદ્ધાની મદદ માટે કોલ આવતા 181 ટીમ દ્વારા વયોવૃદ્ધનું તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતુ.
જૂનાગઢ અભયમ ટીમ વૃધ્ધાની મદદ માટે પહોંચી તેમનું નામ, સરનામું જાણ્યુ હતુ. તેમને સાંત્વના આપી તેમની સાથે પરામર્શ કરતા તેમણે જણાવ્યુ હતુ કે, હું દશઁન કરવા આવેલી પરંતુ ઘરે જવાનો રસ્તો ભુલાય જતા અહિંયા જ બેસી ગયા હતા. વૃદ્ધા વારંવાર અલગ - અલગ સરનામું જણાવતા હોય જેથી ૧૮૧ ટીમએ આજુબાજુના વિસ્તારમાં પુછપરછ કરી પરંતુ વૃદ્ધાનુ ઘર મળી નહિ.તેમના ફેમેલીના કોન્ટેક્ટ નંબર પણ તેમણે યાદ ન હોવાથી વૃદ્ધાના કુશળ કાઉન્સેલિંગ બાદ તેમને આપેલ સરનામા પર પુછપરછ કરતા તેમની પુત્રીનુ ઘર મળી આવતા તેમની પુત્રી સાથે વાતચીત કરતા તેમની પુત્રીએ જણાવેલ કે મારી માતાની માનસિક સ્થિતિ સારી ન હોવાથી વારંવાર ઘરે કોઈને કહ્યા વગર નીકળી જાય 181 અભયમ ટીમ દ્રારા વૃદ્ધાની પુત્રીને વૃધ્ધાની સારસંભાળ રાખવા અને યોગ્ય સારવાર કરાવવા સમજાવ્યા અને સુરક્ષિત વૃધ્ધાને તેમની પુત્રીને સોંપવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ