
જુનાગઢ, 27 એપ્રિલ (હિ.સ.) : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આવતીકાલ 28 એપ્રિલે 2026 મંગળવારે ગણતરી કરવામાં આવશે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં 10 મત ગણતરી કેન્દ્રો ખાતે મત ગણતરી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે જુનાગઢ જિલ્લાની 9 તાલુકા પંચાયતમાં 60.56 ટકા મતદાન થયું હતું. જે ગત ચુંટણી કરતા 2.11 ટકા ઘટ્યું છે. સૌથી વધુ માળિયા તાલુકામાં અને સૌથી ઓછું જુનાગઢ તાલુકામાં મતદાન નોંધાયું હતું.
જૂનાગઢ જિલ્લા પંચાયત 30 બેઠક, જિલ્લાની તમામ 9 તાલુકા પંચાયતની 158 બેઠકની મતગણતરી કરવામાં આવશે. જેમાં જિલ્લા અને તાલુકા પંચાયતની મતગણનાની કામગીરીમાં કુલ 885 જેટલો સ્ટાફ જોડાશે. ઉપરાંત કેશોદ નગરપાલિકાની 35 બેઠકોની મતગણતરી માટે 22 જેટલો કાઉન્ટિંગ સ્ટાફ ફરજરત રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ