નવસારીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ, સરેરાશ 69.60% મતદાન
નવસારી, 27 એપ્રિલ (હિ.સ.) : નવસારી જિલ્લોમાં સ્થાનિક સ્વરાજ્યની વિવિધ સંસ્થાઓ માટેનું મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયું. મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતો માટે સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાયું, જેમાં
Surat


નવસારી, 27 એપ્રિલ (હિ.સ.) : નવસારી જિલ્લોમાં સ્થાનિક સ્વરાજ્યની વિવિધ સંસ્થાઓ માટેનું મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયું. મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતો માટે સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાયું, જેમાં મતદારોે ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમ માં સીલ થયું.

જિલ્લામાં કુલ સરેરાશ 69.60 ટકા મતદાન નોંધાયું. નવસારી મહાનગરપાલિકામાં 59.68 ટકા મતદાન નોંધાયું જ્યારે ગણદેવી નગરપાલિકામાં 72.56 ટકા મતદાન થયું. તાલુકા પંચાયતોમાં ખેરગામમાં સૌથી વધુ 73.41 ટકા મતદાન નોંધાયું, જ્યારે વાંસદા (72.65%), નવસારી (69.40%), ચીખલી (67.44%), ગણદેવી (65.44%) અને જલાલપોર (63.68%)માં પણ સારો પ્રતિસાદ મળ્યો.

મતદાન દરમિયાન મોટાભાગે શાંતિપૂર્ણ સ્થિતિ રહી, જોકે નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માં બે પક્ષોના કાર્યકરો વચ્ચે તણાવ સર્જાયો હતો અને આ મામલે ફરિયાદ નોંધાઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં વધુ મતદાન જોવા મળ્યું જ્યારે શહેરી વિસ્તારમાં થોડું ઓછું રહ્યું. હવે 28 એપ્રિલે યોજાનારી મતગણતરી પર સૌની નજર છે, જ્યાં લાખો મતદારોનો નિર્ણય સામે આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande