વલસાડના કાકડકોપર ગામે દમણગંગા નહેરમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો
વલસાડ , 27 એપ્રિલ (હિ.સ.) : વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કાકડકોપર ગામે આવેલ ચીક્કર ફળિયા પાસેથી પસાર થતી દમણગંગા નહેરમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો હોવાની ઘટના સામે આવી છે, જેના પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, નહેરના પાણી
પ્રતિકાત્મક તસ્વીર


વલસાડ , 27 એપ્રિલ (હિ.સ.) : વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કાકડકોપર ગામે આવેલ ચીક્કર ફળિયા પાસેથી પસાર થતી દમણગંગા નહેરમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો હોવાની ઘટના સામે આવી છે, જેના પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, નહેરના પાણીમાં મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો। મૃતદેહ સંપૂર્ણપણે નિર્વસ્ત્ર હાલતમાં હતો, ફક્ત કમર પર માટીના રંગનો જગિયા શોર્ટ્સ પહેરેલો હતો। પાણીમાં લાંબા સમય સુધી રહેવાના કારણે શરીરની કેટલીક ચામડી ઊતરેલી હાલતમાં જોવા મળી હતી. મૃતકનો શરીરબાંધો મજબૂત અને રંગ ઘઉંવો હોવાનું પ્રાથમિક નિરીક્ષણમાં સામે આવ્યું છે. શરીર પર કોઈ પ્રકારના ઇજા કે હુમલાના નિશાન મળ્યા નથી.

આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને મૃતકની ઓળખ મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે। પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ આ અજાણ્યા મૃતક અંગે માહિતી ધરાવતો હોય, તો તે નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં ફોન નંબર 02633-250100 અથવા મોબાઇલ નંબર 6359629527 પર સંપર્ક કરે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande