કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન દરમિયાન રેન્જ આઈજી સતત જામનગરમાં ફરતા રહ્યા
જામનગર, 27 એપ્રિલ (હિ.સ.) : જામનગર જિલ્લામાં ચુંટણીના મતદાન વચ્ચે રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયએ ગઈકાલે તા.26 એપ્રિલના રોજ વધૂ એક વખત જામનગર શહેરની મુલાકાત લીધી હતી. મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે તે સુનિશ્ચિત કરવા નિર્લિપ્ત રાય પોતે મેદાનમાં ઉ
રેન્જ આઈજી જામનગરમાં


જામનગર, 27 એપ્રિલ (હિ.સ.) : જામનગર જિલ્લામાં ચુંટણીના મતદાન વચ્ચે રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયએ ગઈકાલે તા.26 એપ્રિલના રોજ વધૂ એક વખત જામનગર શહેરની મુલાકાત લીધી હતી. મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે તે સુનિશ્ચિત કરવા નિર્લિપ્ત રાય પોતે મેદાનમાં ઉતરી જુદા જુદા વોર્ડની મુલાકાત લીધી હતી. રેન્જ ડીઆઈજી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ અંદાજે 31 દિવસમાં તેઓએ ચોથી વખત શહેરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન અધિકારીઓ સામે મુલાકાત કરી સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિ જાણી હતી.

શહેરના બેડી, શંકર ટેકરી, ઉપરાંત વોર્ડ નંબર 12ના સંવેદનશીલ ગણાતા પટ્ટણીવાડ, દરબાર ગઢ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે તે સુનિશ્ચિત કરવા રેન્જ નિર્લિપ્ત રાયે પોતે મેદાનમાં ઉતરી વિસ્તારમાં મુલાકાત લીધી હતી.

જ્યાં સ્થળ પર જઈ સુરક્ષા વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન એસપી ડો. રવીમોહન સૈની, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, સિટીએ ડિવિઝન, એલસીબી, એસઓજી સહિતના સ્ટાફના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ તકે ડીઆઈજીએ પોલીસ અધિકારીઑ સાથે ચર્ચા કરી હતી. ઉપરાંત ફરજ પરના પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande