સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના જેપર ગામમાં જિલ્લા-તાલુકા પંચાયત માટે પુન:મતદાન
સુરેન્દ્રનગર/અમદાવાદ,27 એપ્રિલ (હિ.સ.) સુરેન્દ્રનગર જિલ્લામાં આજે,26 એપ્રિલે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. 6 વાગ્યા સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતનું 57.30 ટકા મતદાન નોંધાયું છે. તમામ ઉમેદવારોના
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના જેપર ગામમાં જિલ્લા-તાલુકા પંચાયત માટે પુન:મતદાન


સુરેન્દ્રનગર/અમદાવાદ,27 એપ્રિલ (હિ.સ.) સુરેન્દ્રનગર જિલ્લામાં આજે,26 એપ્રિલે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. 6 વાગ્યા સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતનું 57.30 ટકા મતદાન નોંધાયું છે. તમામ ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થયા છે. હવે 28 એપ્રિલે મતગણતરી બાદ પરિણામ જાહેર થશે. મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમ મશીનો સીલ કરી નિર્ધારિત સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યાં છે.

ચૂંટણી આયોગે પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. જેથી જેપર ગામના પ્રસ્તુત મતદાન મથક પર જૂનું મતદાન રદ ગણાશે અને આજે સોમવાર અને 27મી એપ્રિલના રોજ સવારે સાત વાગ્યાથી નવેસરથી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ચૂંટણી પંચના આદેશ મુજબ, જેપર ગામના મતદાન મથક નં. 4/5 (નવી પ્રાથમિક શાળા, રૂમ નં. 1 ખાતે 27 એપ્રિલ 2026, સોમવારના રોજ પુનઃ મતદાન યોજાઈ રહ્યું છે. આ મતદાનનો સમય સવારના 07:00 કલાકથી સાંજના 06:00 કલાક સુધીનો રહેશે.

બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત અને ચુડા તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક મતદાન મથક પર ટેકનિકલ ક્ષતિ સર્જાઈ હતી. 2-ચુડા-1 સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત મતદાર વિભાગ અને 6-ચુડા-1 તાલુકા પંચાયત મતદાર વિભાગ હેઠળ આવતા જેપર ગામના મતદાન મથક નં. 4/5 (નવી પ્રાથમિક શાળા, રૂમ નં. 1, નવી પંચાયત, જેપર) ખાતે EVMના કંટ્રોલ યુનિટ (CU) અને બેલેટ યુનિટ (BU)માં અણધારી ટેકનીકલ ખામી ઊભી થઈ હતી, જેના કારણે મતદાન પ્રક્રિયા ખોરવાઈ હતી.

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને. પુનઃ મતદાન માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. જેના પરિણામ સ્વરૂપ, હવે 27 એપ્રિલ 2026ના રોજ જેપર મતદાન મથક ખાતે ફરીથી મતદાન યોજાશે. જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 અંતર્ગત રવિવારે 26મી એપ્રિલના રોજ યોજાયેલા મતદાન દરમિયાન ચુડા તાલુકાના જેપર ગામમાં ઇવીએમમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. 2-ચુડા-1 જિલ્લા પંચાયત અને 6-ચુડા-1 તાલુકા પંચાયત મતદાર વિભાગ હેઠળ આવતા જેપરના મતદાન મથક નં. 4/5 (નવી પ્રાથમિક શાળા) ખાતે EVMના કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ ખામીને કારણે મતદાન પ્રક્રિયામાં અડચણ ઊભી થઈ હતી અને મતદારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

તંત્ર દ્વારા અંતે મોડી સાંજે ફેર મતદાનની જાહેરાત કરવામાં આવી હતી. જેના કારણે આજે ફરીવાર મતદાન થઈ રહ્યું છે.આ ટેક્નિકલ ખામીને કારણે રવિવારે જ સ્થાનિક ચૂંટણી અધિકારીએ તાત્કાલિક રાજ્ય ચૂંટણી આયોગનો સંપર્ક સાધ્યો હતો. જેપર મતદાન મથક પર ફરીથી મતદાન યોજવા માટે દરખાસ્ત રજૂ કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જેપર ગામના મતદારોને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.નોંધનીય છે કે, 26મી એપ્રિલના રવિવારે 393 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના કુલ 7253 વોર્ડની 9263 બેઠકો માટેના કુલ 25,637 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. સવારના 7 વાગ્યાથી શરુ થયેલું મતદાન સાંજના 6 વાગ્યે પૂર્ણ થયું હતુ. મતદાન સંપન્ન થયા બાદ રાજ્યમાં સરેરાશ 57-59 ટકા મતદાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ મળ્યો છે. જોકે,આ આંકડા અપડેટ થશે. મતદાન સમાપ્ત થયા બાદ મતદાન અધિકારીઓએ ઉમેદવારો કે તેમના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં EVM સીલ કરીને પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે તેમના ફાળવાયેલા સ્ટ્રોંગ રૂમમાં પહોંચાડીને તેને પણ સીલ કરી દીધા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande