વરાછામાં દિવસ દરમિયાન એસબીઆઈમાં ધાડ, ગન પોઇન્ટ પર 50 લાખ લૂંટી આરોપીઓ ફરાર
સુરત, 27 એપ્રિલ (હિ.સ.) : સુરતના વરાછા વિસ્તારમાં સોમવારે દિવસ દરમિયાન ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે. SBIની એક શાખામાં ચાર અજાણ્યા હથિયારધારીઓ ઘૂસ્યા હતા અને ત્યાં હાજર સ્ટાફને ડરાવી-ધમકાવી કાબૂમાં લીધા હતા. પ્રાથમિક માહિતી મુજબ આરોપીઓએ બંદૂક
ત્રીજા ક્વાર્ટરમાં SBIનો નફો 13% વધીને રૂ. 21,317 કરોડ થયો


સુરત, 27 એપ્રિલ (હિ.સ.) : સુરતના વરાછા વિસ્તારમાં સોમવારે દિવસ દરમિયાન ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે. SBIની એક શાખામાં ચાર અજાણ્યા હથિયારધારીઓ ઘૂસ્યા હતા અને ત્યાં હાજર સ્ટાફને ડરાવી-ધમકાવી કાબૂમાં લીધા હતા.

પ્રાથમિક માહિતી મુજબ આરોપીઓએ બંદૂકના ભય હેઠળ કર્મચારીઓને નિયંત્રણમાં રાખી કેશ કાઉન્ટર અથવા સ્ટ્રોંગ રૂમમાંથી આશરે 50 લાખ રૂપિયાની રોકડ રકમ લઈ લીધી. સમગ્ર ઘટનાને ખૂબ જ આયોજનબદ્ધ રીતે અંજામ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને સીલ કરી તપાસ શરૂ કરી છે. આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે વિવિધ ટીમો કાર્યરત કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande