
ગંગટોક, નવી દિલ્હી, 27 એપ્રિલ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સોમવાર બપોરે બે દિવસીય પ્રવાસ પર સિક્કિમની રાજધાની ગંગટોક પહોંચ્યા. તેઓ રાજધાની નજીક લિબિંગ આર્મી હેલિપેડ પર ઉતર્યા, જ્યાં મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ ડીઆર થાપા અને અન્ય મહાનુભાવોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું.
પ્રધાનમંત્રી મોદી, રોડ શો દ્વારા લોક ભવન તરફ આગળ વધી રહ્યા છે. રસ્તાઓની બંને બાજુએ મોટી સંખ્યામાં લોકો પરંપરાગત પોશાકમાં સજ્જ છે અને પરંપરાગત વાદ્યો વગાડીને તેમનું સ્વાગત કરી રહ્યા છે. લોકો ઉત્સાહપૂર્વક સૂત્રોચ્ચાર કરીને પ્રધાનમંત્રીનું અભિવાદન કરી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી પણ હાથ હલાવીને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. લોકો સવારથી જ તેમના સ્વાગત માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદી બે દિવસીય પ્રવાસે સિક્કિમ આવ્યા છે. આવતીકાલે તેઓ સિક્કિમની રાજ્ય સ્થાપનાના 50મા વર્ષના સમાપન સમારોહમાં ભાગ લેશે.
હિન્દુસ્થાન સમાચાર / બિશાલ ગુરુંગ / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ