
સુરત, 27 એપ્રિલ (હિ.સ.) : સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગઈ છે. હવે તમામ ઉમેદવારો અને રાજકીય પક્ષોના ભવિષ્ય ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)માં સીલ થઈ ગયું છે. આગામી 28મી તારીખે યોજાનારી મતગણતરી પર સૌની નજર ટકેલી છે. શહેરના 30 વોર્ડની મતગણતરી ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે કરવામાં આવશે.
મતગણતરી પહેલાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ખેમામાં ચિંતા અને હલચલ જોવા મળી રહી છે. ઈવીએમમાં કોઈપણ પ્રકારની છેડછાડ અથવા ગેરરીતિ ન થાય તે માટે કોંગ્રેસ હાઈ અલર્ટ મોડમાં આવી ગઈ છે. કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકર્તાઓ ગાંધી એન્જિનિયરિંગ કોલેજ સ્થિત સ્ટ્રોંગ રૂમની બહાર સતત નજર રાખી રહ્યા છે. તેઓ દિવસ-રાત ત્યાં હાજર રહી સુરક્ષાની ખાતરી કરી રહ્યા છે, જેથી કોઈ અનિયમિતતા ન સર્જાય. હાલ તમામની નજર આવનારી મતગણતરી પર છે, જ્યાં પરિણામો સાથે રાજકીય ચિત્ર સ્પષ્ટ થવાનું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે