
નવી દિલ્હી, 27 એપ્રિલ (હિ.સ.). તમિલનાડુમાં 8–12 હજાર વર્ષ જૂનું અશ્મિ (જીવાશ્મ) સ્થળ મળી આવ્યું હોવાની પુષ્ટિ થઈ છે. આ શોધ દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોના ભૂસ્તરશાસ્ત્રીય ઇતિહાસ અને પ્રાચીન દરિયાઈ વાતાવરણને સમજવા માટે મહત્વપૂર્ણ છે. તે સૂચવે છે કે આ વિસ્તાર ક્યારેક દરિયાકાંઠાની સીમાનો હિસ્સો હતો.
કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે એક્સ પર જણાવ્યું કે, તમિલનાડુના થૂથુકુડી જિલ્લામાં 2023 ના ભારે વરસાદ બાદ સામે આવેલા અશ્મિ સ્થળોનું સર્વેક્ષણ પૂર્ણ થઈ ગયું છે. ભારતીય પ્રાણી સર્વેક્ષણે વહીવટીતંત્રની વિનંતી પર આ ફિલ્ડ સ્ટડી કરી હતી.
તપાસમાં એક નવા “ફોસિલ બેડ” (અશ્મિ સ્તર) ની પુષ્ટિ થઈ છે, જે હોલોસીન કાળ (લગભગ 8,000 થી 12,000 વર્ષ જૂનું) હોવાનું માનવામાં આવે છે.
તેમણે કહ્યું કે, આ શોધ ભારતના ક્વાટર્નરી કાળના અશ્મિ રેકોર્ડને વધુ સમૃદ્ધ બનાવશે.
આ શોધથી દેશના પ્રાચીન વન્યજીવન, પર્યાવરણ અને આબોહવા વિશે મહત્વની માહિતી મળી શકશે. યાદવે ભારતીય પ્રાણી સર્વેક્ષણના નિષ્ણાતોની પ્રશંસા કરતા કહ્યું કે વૈજ્ઞાનિકોની ઝડપી અને અસરકારક કાર્યવાહીથી ભારતની પ્રાકૃતિક વિરાસતના સંરક્ષણની દિશામાં મહત્વનું પગલું ભરી શકાશે.
નોંધનીય છે કે, અશ્મિઓ મુખ્યત્વે થૂથુકુડી પાસેના પનાઈયુર, પટ્ટિનમરુદુર અને કાયલપટ્ટિનમ વિસ્તારોમાં મળી આવ્યા છે.
ભારતીય પ્રાણી સર્વેક્ષણે 104 અશ્મિ નમૂનાઓ એકત્ર કર્યા છે, જેમાં મોલસ્કન (ગેસ્ટ્રોપોડ અને બાયવાલ્વ) નમૂનાઓ અને અશ્મિ ધરાવતા ખડકોના ટુકડાઓનો સમાવેશ થાય છે.
આ શોધ દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોના ભૂસ્તરશાસ્ત્રીય ઇતિહાસ અને પ્રાચીન દરિયાઈ વાતાવરણને સમજવા માટે મહત્વપૂર્ણ છે. તે સૂચવે છે કે આ વિસ્તાર ક્યારેક દરિયાકાંઠાની સીમાનો હિસ્સો હતો.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ