વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) એ, પાકિસ્તાન-બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પરના અત્યાચાર અંગે સંયુક્ત રાષ્ટ્રને ગુહાર લગાવી
નવી દિલ્હી, 27 એપ્રિલ (હિ.સ.): વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) એ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં, અલ્પસંખ્યકો પર સતત થઈ રહેલા માનવાધિકાર ઉલ્લંઘનો પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા સંયુક્ત રાષ્ટ્ર પાસે તાત્કાલિક અને પ્રભાવી હસ્તક્ષેપની માંગ કરી છે. વિહિપના આંતરરાષ્ટ
પ્રતીકાત્મક


નવી દિલ્હી, 27 એપ્રિલ (હિ.સ.): વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) એ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં, અલ્પસંખ્યકો પર સતત થઈ રહેલા માનવાધિકાર ઉલ્લંઘનો પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા સંયુક્ત રાષ્ટ્ર પાસે તાત્કાલિક અને પ્રભાવી હસ્તક્ષેપની માંગ કરી છે. વિહિપના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અને વરિષ્ઠ અધિવક્તા આલોક કુમારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ અન્નાલેના બેયરબૉકને પત્ર લખીને બંને દેશોમાં વિશેષ રૂપે હિન્દુ, શીખ, બૌદ્ધ અને ખ્રિસ્તી સમુદાયો સાથે થઈ રહેલા ઉત્પીડન, બળજબરીપૂર્વક ધર્માંતરણ અને હિંસાના કિસ્સાઓ પર પ્રકાશ પાડ્યો છે.

વિહિપના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે સોમવારે, મીડિયાને જારી કરેલા પત્રમાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર તંત્રના તાજેતરના અહેવાલો અને નિષ્ણાતોની ટિપ્પણીઓનો હવાલો આપતા જણાવ્યું કે પાકિસ્તાનમાં સગીર છોકરીઓના બળજબરીપૂર્વક ધર્માંતરણ અને લગ્નના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો છે. આ કિસ્સાઓમાં મોટાભાગની પીડિત મહિલાઓ હિન્દુ અને ખ્રિસ્તી સમુદાયની છે. વિશેષ કરીને સિંધ પ્રાંતમાં આવી ઘટનાઓ વધુ સામે આવી છે. પીડિતોએ શારીરિક, માનસિક અને સામાજિક ઉત્પીડનનો સામનો કરવો પડે છે. આવા કિસ્સાઓમાં પાકિસ્તાનની કાયદા અમલીકરણ એજન્સીઓની પ્રતિક્રિયા પણ ઘણી વખત અપૂરતી હોવાનું જણાવાયું છે.

પત્રમાં બાંગ્લાદેશમાં ધાર્મિક અલ્પસંખ્યકો, ખાસ કરીને હિન્દુઓ વિરુદ્ધ હિંસા અને ભેદભાવના અનેક કિસ્સાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર ઓગસ્ટ 2024 દરમિયાન જ મોટી સંખ્યામાં કોમી હિંસાની ઘટનાઓ નોંધાઈ હતી, જેમાં અલ્પસંખ્યક સમુદાયોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આલોક કુમારે જણાવ્યું હતું કે આ ઘટનાઓની નિરંતરતા અને વ્યાપકતા એ સંકેત આપે છે કે અલ્પસંખ્યકોના અધિકારોની સુરક્ષા માટે હાલની વ્યવસ્થાઓ પૂરતી નથી. તેમણે એ પણ રેખાંકિત કર્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાય અને સંયુક્ત રાષ્ટ્રની જવાબદારી છે કે, તેઓ આ ગંભીર માનવાધિકાર ઉલ્લંઘનોને રોકવા માટે નક્કર અને અસરકારક પગલાં લે.

વિહિપે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ ચાર મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. જેમાં બળજબરીપૂર્વક ધર્માંતરણ અને અલ્પસંખ્યકો પરની હિંસાની સ્વતંત્ર અને નિષ્પક્ષ આંતરરાષ્ટ્રીય તપાસ, પીડિતોની સુરક્ષા અને ન્યાય સુનિશ્ચિત કરવા માટે વિશેષ તંત્રની સ્થાપના, સંબંધિત દેશોની આંતરરાષ્ટ્રીય માનવાધિકાર ધોરણો મુજબ જવાબદારી નક્કી કરવી તથા મહિલાઓ અને સગીરોની સુરક્ષા માટે કડક કાયદાકીય અને સંસ્થાગત પગલાં લાગુ કરવાનો સમાવેશ થાય છે. વિહિપે સંયુક્ત રાષ્ટ્રને આગ્રહ કર્યો છે કે તે આ મુદ્દાને પ્રાથમિકતા આપીને વહેલી તકે નક્કર કાર્યવાહી સુનિશ્ચિત કરે, જેથી પ્રભાવિત સમુદાયોના જીવન, સ્વતંત્રતા, ગરિમા અને અધિકારોનું રક્ષણ થઈ શકે.

હિન્દુસ્થાન સમાચાર / કુમાર અશ્વની / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande