વાપી મહાનગરપાલિકા ચૂંટણી પહેલા કોર્પોરેટરોના માનદેય અને સુવિધાઓ પર ચર્ચા તેજ
વાપી, 27 એપ્રિલ (હિ.સ.) : વાપી હવે સત્તાવાર રીતે વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન બની ગયું છે. ખાસ કરીને કોર્પોરેટરોને મળતા લાભોને લઈને લોકોમાં અનેક ગેરસમજણો જોવા મળી રહી છે. સામાન્ય રીતે લોકો માનતા હોય છે કે કોર્પોરેટરોને સરકારી કર્મચારીઓની જેમ નિયમિત પ
વાપી મહાનગરપાલિકા


વાપી, 27 એપ્રિલ (હિ.સ.) : વાપી હવે સત્તાવાર રીતે વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન બની ગયું છે. ખાસ કરીને કોર્પોરેટરોને મળતા લાભોને લઈને લોકોમાં અનેક ગેરસમજણો જોવા મળી રહી છે. સામાન્ય રીતે લોકો માનતા હોય છે કે કોર્પોરેટરોને સરકારી કર્મચારીઓની જેમ નિયમિત પગાર મળતો હોય છે, પરંતુ હકીકતમાં તેઓને પગાર નહીં પરંતુ માનદેય આપવામાં આવે છે. ઉપલબ્ધ માહિતી મુજબ, કોર્પોરેટરને દર મહિને અંદાજે ₹8,000 માનદેય આપવામાં આવે છે. તે ઉપરાંત, નગરપાલિકાની જનરલ બોર્ડ બેઠકમાં હાજરી આપવા માટે પ્રતિ બેઠક ₹500નું એલાઉન્સ પણ આપવામાં આવે છે. વિવિધ પદાધિકારીઓ માટે અલગ-અલગ માનદેય નક્કી કરવામાં આવ્યું છે. જેમાં વોર્ડ કમિટી ચેરમેનને ₹10,000, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને ₹15,000, ડેપ્યુટી મેયરને ₹16,000 અને મેયરને ₹20,000 સુધી માસિક માનદેય આપવામાં આવે છે.

મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને વાહન જેવી વધારાની સુવિધાઓ આપવામાં આવે છે, જ્યારે મેયરને ઓફિસ, સ્ટાફ અને રહેઠાણની સુવિધા પણ ઉપલબ્ધ હોય છે. નોંધનીય છે કે આ દરોમાં છેલ્લે ઓગસ્ટ 2022માં સુધારો કરવામાં આવ્યો હતો. અગાઉ પારષદોને માત્ર ₹3,000 માનદેય મળતું હતું, જેને વધારીને ₹8,000 કરવામાં આવ્યું છે.

મહત્વપૂર્ણ બાબત એ છે કે કોર્પોરેટર બનવું કોઈ નિયમિત નોકરી નથી. તેમને પી.એફ , પેન્શન અથવા ગ્રેચ્યુઇટી જેવી લાંબા ગાળાની આર્થિક સુવિધાઓ મળતી નથી. તેઓ લોકોના પ્રતિનિધિ તરીકે જાહેર સેવા માટે કાર્ય કરે છે અને શહેરના વિકાસ, નાગરિક સુવિધાઓ અને સ્થાનિક સમસ્યાઓના નિરાકરણ માટે જવાબદાર હોય છે. આ ઉપરાંત, પારષદોને તેમના વોર્ડના વિકાસ માટે ફંડ આપવામાં આવે છે તેમજ ફોન અને મુસાફરી માટેના એલાઉન્સ પણ મળે છે. બેઠકમાં હાજરી આપનારા સભ્યોને જ એલાઉન્સ મળતું હોવાથી તેમની હાજરી પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મુદ્દાઓ પર ચર્ચા વધતી જઈ રહી છે અને મતદારો પણ પોતાના પ્રતિનિધિઓ પાસેથી વધુ પારદર્શકતા અને જવાબદારીની અપેક્ષા રાખી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande