ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિમકેમ કંપનીમાં આગની ઘટના, ચૈતર વસાવા સાથે હાથાપાઈ થઇ
- મેનેજમેન્ટ પીડિતોના પરિવારજનો સાથે કોઈ વાતચીત ન કરતા કંપનીના ગેટ પાર હંગામો મચ્યો - આપના ચૈતર વસાવા વાતચીત માટે પહોંચ્યા તો કંપનીએ ગેટ ન ખોલ્યો ગેટ કૂદી કંપનીમાં અંદર ઉતર્યા - કંપનીના વળતર મામલે મોટો વિવાદ રાજન વસાવાના ગંભીર આક્ષેપ - ચૈતર
ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિમકેમ કંપનીમાં આગની ઘટનામાં 15 કામદારોના દાઝી જવાનો મામલો


ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિમકેમ કંપનીમાં આગની ઘટનામાં 15 કામદારોના દાઝી જવાનો મામલો


ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિમકેમ કંપનીમાં આગની ઘટનામાં 15 કામદારોના દાઝી જવાનો મામલો


ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિમકેમ કંપનીમાં આગની ઘટનામાં 15 કામદારોના દાઝી જવાનો મામલો


ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિમકેમ કંપનીમાં આગની ઘટનામાં 15 કામદારોના દાઝી જવાનો મામલો


- મેનેજમેન્ટ પીડિતોના પરિવારજનો સાથે કોઈ વાતચીત ન કરતા કંપનીના ગેટ પાર હંગામો મચ્યો

- આપના ચૈતર વસાવા વાતચીત માટે પહોંચ્યા તો કંપનીએ ગેટ ન ખોલ્યો ગેટ કૂદી કંપનીમાં અંદર ઉતર્યા

- કંપનીના વળતર મામલે મોટો વિવાદ રાજન વસાવાના ગંભીર આક્ષેપ

- ચૈતર વસાવા સમાજ માટે નહીં, માત્ર સેટિંગ પાડવા આવ્યા હતા

ભરૂચ 27 એપ્રિલ (હિ.સ.) : ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિમકેમ કંપનીમાં બનેલ આગ લાગવાના બનાવમાં 15 ઉપરાંત કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે જેમાં 2 કર્મચારીનું વધુ ઇજાને પગલે મૃત્યુ થયું છે. આ બનાવ બાબતે કર્મચારીના પરિવાર વચ્ચે ચાલી રહેલા વળતરના મામલામાં અચાનક નવો વળાંક આવ્યો છે. આ સમગ્ર મામલે રાજન વસાવાએ ચોંકાવનારા આક્ષેપો કરતા જણાવ્યું છે કે, કંપની દ્વારા પીડિત પરિવારને મદદ કરવાની તૈયારી બતાવવામાં આવી હતી, પરંતુ ત્રીજા પક્ષની બિનજરૂરી દખલગીરીને કારણે મામલો બિચક્યો છે.

રાજન વસાવાએ જણાવ્યું હતું કે, કંપનીએ માનવીય અભિગમ અપનાવીને તેમના ભાઈના પરિવારને પૂરો સહકાર આપ્યો છે. કંપની તરફથી મૃતક કર્મચારીના પરિવારને રૂપિયા ૨૫ લાખનું વળતર તેમજ તેમના લેણાંના તમામ નાણાં ચૂકવવાની તૈયારી દર્શાવવામાં આવી હતી. જો આ વ્યવસ્થા શક્ય ન બને, તો વૈકલ્પિક રીતે પરિવારને દર મહિને તેમના મૂળ પગાર ઉપરાંત વધારાના રૂપિયા ૩૦,૦૦૦ની સહાય આપવા પર પણ કંપની સહમત થઈ હતી.

આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ચૈતર વસાવા ત્યાં પહોંચતા મામલો ગરમાયો હતો. રાજન વસાવાના જણાવ્યા અનુસાર, ચૈતર વસાવાને આ બાબતે કોઈએ પણ બોલાવ્યા નહોતા. તેમ છતાં તેમની હાજરીથી સ્થિતિ તણાવપૂર્ણ બની હતી. રાજન વસાવાએ આક્ષેપ કર્યો કે, તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી અને આ દરમિયાન ચૈતર વસાવાએ તેમને લાફો મારતા, સ્વબચાવમાં તેમણે પણ વળતો પ્રતિકાર કર્યો હતો.

ઘટના બાદ રાજન વસાવાએ ચૈતર વસાવા પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સીધો આરોપ લગાવતા કહ્યું કે, ચૈતર વસાવાને સમાજની કોઈ પડી નથી, તેઓ તો માત્ર કંપની સાથે 'સેટિંગ' પાડવા માટે જ આવ્યા હતા.

આ ઘટના બાદ સ્થાનિક વિસ્તારમાં ચર્ચાઓનું બજાર ગરમ થયું છે. કંપની અને પીડિત પરિવાર વચ્ચેની સમાધાનકારી પ્રક્રિયામાં થયેલા આ વિવાદ બાદ આગળ શું પગલાં લેવાય છે, તે જોવું રહ્યું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande