
વલસાડ, 27 એપ્રિલ (હિ.સ.) : વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના લવાછા ગામમાંથી 18 વર્ષીય યુવતી ગુમ થવાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ લવાછા ગામે અંબિકા પાર્ક ખાતે એવાયમ બિલ્ડિંગના સી-3માં રૂમ નં. 6માં રહેતા રાજેશ શ્રીકાંત પ્રસાદની દીકરી નંદની તા. 15 એપ્રિલ 2026ના રોજ સવારે આશરે 9 વાગ્યે પોતાના ઘરેથી કોઈને જાણ કર્યા વગર ક્યાંક ચાલી ગઈ હતી.
પરિવાર દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હોવા છતાં યુવતીનો કોઈ પત્તો લાગ્યો ન હોવાથી પિતા રાજેશ પ્રસાદ દ્વારા નાનાપોંઢા પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ દ્વારા યુવતીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ગુમ થયેલ નંદની મધ્યમ બાંધો, શ્યામ વર્ણ અને અંદાજે 4 ફૂટ 5 ઈંચ ઊંચાઈ ધરાવે છે. ગુમ થતી વખતે તેણીએ ઝાંખા પર્પલ રંગનો ડ્રેસ પહેરેલો હતો. તે હિન્દી અને અંગ્રેજી ભાષા બોલે છે.
પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈને યુવતી અંગે કોઈ માહિતી મળે તો તાત્કાલિક નાનાપોંઢા પોલીસ મથકનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha