
પોરબંદર, 28 એપ્રિલ (હિ.સ.) પોરબંદર મહાનરપાલિકાની પ્રથમ ચુંટણીના પરિણામો જાહેર થયા છે જેમણે પોરબંદરના રાજકારણનો નવો અધ્યાય લખાયો હોવાની ચર્ચા જોવા મળી રહી છે પોરબંદર મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો પર ભાજપની જીત થઈ છે.જયારે આપ અને કોગ્રસની ભુંડી રીતે હાર થઈ છે. પોરબંદરની પ્રથમ મહાનગરપાલિકામ વિરોધ પક્ષોને કોઈ સ્થાન મળ્યુ નથી પોરબંદર ભાજપના આગેવાનોએ નવા ચહેરાઓને સ્થાન આયુ હતુ જેને પગલે કયાંય નારાજગીનો સુર જોવા મળ્યો હતો તેમ છતા ભાજપે તમામ બેઠકો પર જીતી હતી પોરબંદર મહાનગરપાલિકા 52 પૈકી 41 જેટલા નવા ચહેરાને મેદાને ઉતાર્યા હતા અને તમામે જીત મેળવી હતી પોરબંદરમા ભાજપ પ્રચંડ જીતે વિરોધ પક્ષની છાવણીમા સન્નાટો કરી દીધો હતો.
પોરબંદરના વોર્ડનં-9મા શહેર ભાજપના પ્રમુખ સાગર મોદી,પોરબંદર જીલ્લા ભાજપના પ્રમુખ વિક્રમ ઓડેદરા તેમજ ક્રિષ્ના રાજાણી, મીતા જોષી સહિતના ચારેય ઉમેદવારોએ ભવ્ય જીત મેળવી હતી વોર્ડનં-9 ભાજપનો ગઢ છે તે મતદારોએ પુરવાર કરી અને ઉમદવારોના લલાટે વિજય તિલક કર્યુ હતુ આજે પોરબંદર મહાનગરમા ભાજપના વિજેતા ઉમેદવોરનો વિજય સરઘસ નિકળ્યુ હતુ પુષ્પોનો વર્ષા થઈ હતી અને શહેરીજનોએ અભિનંદન પાઠવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya